ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ખેલૈયાઓમાં ટેટૂનો અનોખો ક્રેઝ, વુમન સેફ્ટીથી શક્તિ સ્વરૂપા અને દાંડિયા રમતા કપલ સુધીની ડિઝાઇનની માગ

અમદાવાદ / અમદાવાદમાં ખેલૈયાઓમાં ટેટૂનો અનોખો ક્રેઝ, વુમન સેફ્ટીથી શક્તિ સ્વરૂપા અને દાંડિયા રમતા કપલ સુધીની ડિઝાઇનની માગ

Published By: Vishal Khamar

Last Updated: 04:52 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંપરાગત ગરબા આઉટફિટ સાથે યુવાનોમાં ટેમ્પરરી ટેટૂ, CWG 2030 અને દુબઈ ફ્લાયના હીરો કેપ્ટન સ્મિત મચ્છરના ટેટૂનો ક્રેઝ વધ્યો.

ADVERTISEMENT

અમદાવાદઃ નવરાત્રિ શરૂ થવાના ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમદાવાદમાં નવરાત્રિનો માહોલ જામવા લાગ્યો છે. ગરબા રસિકો પરંપરાગત વેશભૂષા, આકર્ષક જ્વેલરી અને સ્ટાઇલિશ લુક સાથે નવરાત્રિની તૈયારીમાં વ્યસ્ત છે. આ વર્ષે ખાસ કરીને યુવાનોમાં વિવિધ પ્રકારનાં આકર્ષક ટેટૂ બનાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

નવરાત્રિ દરમિયાન ગરબાના મેદાનમાં સૌથી અલગ અને આકર્ષક દેખાવા માટે યુવક-યુવતીઓ હાથ, ગરદન અને પીઠ પર વિવિધ ડિઝાઇનનાં ટેટૂ કરાવી રહ્યાં છે. ગ્લિટર, કલરિંગ અને સ્પ્રે ટેટૂની મદદથી યુવાનો પોતાના લુકને વધુ ગ્લેમરસ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સામાજિક સંદેશથી લઈને શક્તિ સ્વરૂપાનાં ટેટૂની માંગ

આ વખતે ટેટૂની ડિઝાઇનમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. ખેલૈયાઓમાં વુમન સેફ્ટી, શક્તિ સ્વરૂપા અને દાંડીયા રમતાં કપલ જેવી થીમ આધારિત ડિઝાઇન આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત યુવાનો પોતાની પસંદગી અને લાગણીઓ વ્યક્ત કરતાં વિશિષ્ટ ટેટૂ પણ પસંદ કરી રહ્યા છે.

નવરાત્રિ પહેલાં કેટલાક યુવાનોમાં કોમનવેલ્થ ગેમ્સ 2023, સ્મિત મચ્છર અને નેપાળની હોનારત સાથે સંબંધિત ટેટૂ બનાવવાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે. આ પ્રકારની ડિઝાઇનને કારણે ટેટૂ માત્ર શણગાર પૂરતું ન રહેતાં વ્યક્તિગત પસંદગી અને સંદેશ વ્યક્ત કરવાનું માધ્યમ પણ બની રહ્યું છે.

નવ દિવસના ગરબા માટે ખેલૈયાઓ તૈયાર

નવરાત્રિના નવ દિવસ દરમિયાન અલગ-અલગ પરંપરાગત પોશાક સાથે મેળ ખાતાં ટેટૂ કરાવવાનું યુવાઓમાં આકર્ષણ વધ્યું છે. રંગબેરંગી ટેટૂ અને ચમકદાર ડિઝાઇન ગરબાના લુકને વધુ આકર્ષક બનાવે છે. પરિણામે, નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ ટેટૂ બનાવતા કલાકારો અને સ્ટુડિયો તરફ યુવાનોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ નવરાત્રી પહેલાં બોગસ ગરબા પાસ વેચતી ગેંગ સક્રિય, સાયબર ક્રાઇમ સેલનું પેટ્રોલિંગ તેજ

આમ, અમદાવાદમાં નવરાત્રિની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. પરંપરા અને આધુનિક ફેશનના અનોખા સંગમ સાથે ખેલૈયાઓ નવ દિવસ સુધી ગરબે ઘૂમવા અને પોતાના સ્ટાઇલિશ અંદાજથી સૌનું ધ્યાન ખેંચવા તૈયાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Garba Tattoo Designs Navratri Tattoo Trend Ahmedabad Navratri 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ