ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાલનપુરના ભાગળ ગામે બે કોમ વચ્ચે પથ્થરમારો, 6 ઘાયલ, 11ની અટકાયત
Last Updated: 05:48 PM, 27 November 2026
ADVERTISEMENT
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામમાં બે કોમો વચ્ચે પથ્થરમારો થતાં 6 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા બાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે લઘુમતી કોમના 13 લોકો સામે નામજોગ અને અન્ય 7 અજાણ્યા લોકો સહિત 20 લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે 11 લોકોની અટકાયત કરીને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જોકે ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવાયો છે.ગામની તમામ દુકાનો બંધ રહેતા ગામમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે
ADVERTISEMENT

બે કોમ ના લોકો વચ્ચે મામલો બિચક્યો હતો
ADVERTISEMENT
પાલનપુર તાલુકાના ભાગળ ગામે ગઈકાલે સામાન્ય બોલાચાલી બાદ ગામના બે કોમ ના લોકો વચ્ચે મામલો બીચકતા બંને કોમોના જૂથો એકબીજા સાથે મારામારી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે પાલનપુર સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
જોકે ઘટનાને પગલે પાલનપુર તાલુકા પોલીસ,LCB પોલીસ અને DYSP સહિતનો પોલીસ કાફલો ગામમાં પહોંચીને પરિસ્થિતિને થાળે પાડી હતી.જોકે ઘટનાને લઈને પીડિત પરિવારોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.પીડિત પરિવારની મહિલાઓએ હવે પોતાને અને તેમના પરીવારજનોને ગામમાં રહેવામાં પણ ડર લાગતો હોવાનું કહી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ADVERTISEMENT
પોલીસે ગામમાં કોમ્બિંગ હાથ ધર્યું
ભાગળ ગામમાં થયેલી બબાલને લઈને ગામમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દઈને પોલીસે ગામમાં કોમ્બિગ હાથ ધર્યું હતું.જોકે ઘટનાને લઈને પીડિત પરિવારોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગામના લઘુમતી સમાજના 13 લોકો સામે નામજોગ અને અન્ય અજાણ્યા 7 લોકો સહિત 20 લોકો સામે ફરિયાદ નોંધાવતા પાલનપુર તાલુકા પોલીસે 11 જેટલા આરોપીઓની અટકાયત કરીને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
11 આરોપીઓની અટકાયત કરી
જોકે ઘટનાની ગંભીરતાને જોતા DySP, LCB અને પાલનપુર તાલુકા પોલીસનો કાફલો ભાગળ ગામે તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે ગામમાં કોમ્બિંગ હાથ ધરી 11 આરોપીઓની અટકાયત કરી અન્ય આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે.અગાઉ પણ ગામમાં તકરાર થઈ હોવાના કારણે પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. તેમ છતાં ફરી મારામારીની ઘટના બનતા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મહત્વપૂર્ણ નિર્ણય / ગુજરાતમાં ઘર ખરીદતા પહેલા જાણી શકશો બિલ્ડરની કુંડળી, RERA લાવશે નવું ફીચર
ADVERTISEMENT