ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાથી AK 47 સાથે આતંકીની અટકાયત, કબ્જે કરાયા 23 કારતૂસ

ગુજરાત / વડોદરાથી AK 47 સાથે આતંકીની અટકાયત, કબ્જે કરાયા 23 કારતૂસ

Published By: Nidhi Panchal

Last Updated: 11:29 AM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ATSએ વડોદરામાં મોટી કાર્યવાહી કરીને AK-47 રાઈફલ અને 23 જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. મૂળ આસામના આ શખ્સના જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન હોવાની આશંકા વચ્ચે હથિયારો ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

ADVERTISEMENT

ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રાજ્યમાં અત્યાધુનિક હથિયારો પહોંચાડવાની તૈયારી હતી કે પછી તેની પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય છે? આ સવાલો વચ્ચે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ વડોદરામાં મોટી કાર્યવાહી કરી છે. ATSએ AK-47 જેવી ખતરનાક રાઈફલ અને 23 જીવતા કારતૂસ સાથે આતંકીને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, ઝડપાયેલો આતંકી મૂળ આસામનો છે અને તેના જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન જણાવા મળ્યું છે.

ATS.jpg

મૂળ આસામના આતંકીની ધરપકડ કરવામાં આવી

મળતી માહિતી મુજબ, ગુજરાત ATSને જરોદ વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ATSની ટીમે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ જરોદ બસ સ્ટેન્ડ નજીક અને હાલોલ-વડોદરા હાઈવે પર આવેલી એક હોટલ પાસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાઈવે પરની હોટલ પાસે ઊભેલી બસમાંથીઆતંકીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મૂળ આસામના આતંકીની ધરપકડ કરવામાં આવી હતી.

AK-47 રાઈફલ અને 23 જેટલા જીવતા કારતૂસ

ATSએ આતંકી પાસેથી AK-47 રાઈફલ અને 23 જેટલા જીવતા કારતૂસ કબજે કર્યા છે. આ સાથે અત્યાધુનિક હથિયારોનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો અનુસાર, આતંકી મધ્યપ્રદેશ (MP) તરફથી હથિયારો લઈને ગુજરાતમાં આવી રહ્યો હતો. તે આસામથી જરોદ સુધી પહોંચ્યો હોવાની પણ માહિતી સામે આવી છે. જોકે, હથિયારો કઈ જગ્યાએથી મેળવવામાં આવ્યાં હતાં અને તેની પાછળ કોણ છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.

જૈશ-એ-મોહમ્મદના આતંકી

આ મામલે જૈશ-એ-મોહમ્મદના આતંકી તરીકે આરોપીની ઓળખ અને સંભવિત કનેક્શનને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ATSએ આતંકીનો કબજો મેળવીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ એ દિશામાં કરવામાં આવી રહી છે કે આતંકી પાસે AK-47 રાઈફલ ક્યાંથી આવી હતી અને આ હથિયાર ગુજરાતમાં કોને પહોંચાડવાનું હતું.

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની આજે વિશેષ બેઠક, જાણો કેમ?

આ ઉપરાંત આતંકી એકલો જ આ હથિયાર લઈને આવી રહ્યો હતો કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે તે દિશામાં પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. હથિયારોની હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, આતંકીને હથિયાર કોણે આપ્યાં હતાં અને તેને ગુજરાતમાં કોને સોંપવાના હતાં તે સહિતના મહત્વના સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલમાં ગુજરાત ATS દ્વારા આતંકીની પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. AK-47 રાઈફલ અને 23 જીવતા કારતૂસની આટલી મોટી હેરાફેરી પાછળનું સમગ્ર નેટવર્ક શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. તપાસમાં આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat ATS AK47 Rifle Vadodara News

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ