ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / મતદારોનો મિજાજ જાણવા ભાજપે બનાવી રણનીતિ, ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર સેવાદૂત મોકલશે

વિધાનસભા ચૂંટણી 2027 / મતદારોનો મિજાજ જાણવા ભાજપે બનાવી રણનીતિ, ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર સેવાદૂત મોકલશે

Published By: Vishal Khamar
Reported By: Parth Jani

Last Updated: 11:12 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપ 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી 25 દિવસનું સેવાદૂત અભિયાન ચલાવશે. 182 વિધાનસભા બેઠકો પર બે-બે સેવાદૂતની નિમણૂક કરી રાજકીય સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

ADVERTISEMENT

ગાંધીનગર: ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પૂર્વે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોની રાજકીય સ્થિતિનો તાગ મેળવવા માટે ગુજરાત ભાજપ દ્વારા ‘સેવાદૂત અભિયાન’ શરૂ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, આ અભિયાન અંતર્ગત રાજ્યની દરેક વિધાનસભા બેઠક પર બે-બે સેવાદૂતની નિમણૂક કરવામાં આવશે. આમ, કુલ 364 સેવાદૂતને મેદાનમાં ઉતારવાની યોજના છે. આ જવાબદારી ભાજપના સિનિયર નેતાઓને સોંપવામાં આવશે.

1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી અભિયાન

ભાજપનું આ સેવાદૂત અભિયાન 1 ડિસેમ્બરથી શરૂ થઈને 25 ડિસેમ્બર સુધી એટલે કે કુલ 25 દિવસ ચાલશે. આ સમયગાળા દરમિયાન સેવાદૂતોને ફાળવવામાં આવેલી વિધાનસભા બેઠકોની મુલાકાત લઈને ત્યાંની રાજકીય સ્થિતિ અંગે માહિતી એકત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવશે.

182 બેઠકોનો રિપોર્ટ તૈયાર કરશે સેવાદૂત

સેવાદૂતો દ્વારા દરેક વિધાનસભા બેઠકની વર્તમાન રાજકીય સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે સ્થાનિક સ્તરે સંગઠનની સ્થિતિ અને રાજકીય સમીકરણો અંગે પક્ષને માહિતી મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતી અભિનેતા ઓજસ રાવલે સિંહ દર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતાં વિવાદ વકર્યો

2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરૂ થનારું આ અભિયાન ગુજરાત ભાજપની ચૂંટણી પૂર્વેની સંગઠનાત્મક તૈયારીઓનો એક ભાગ માનવામાં આવી રહ્યું છે. હવે સેવાદૂતો દ્વારા તૈયાર કરવામાં આવનારા અહેવાલના આધારે પક્ષ આગળની રણનીતિ કેવી રીતે ઘડે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat BJP Sevadoot Campaign BJP Gujarat News Gujarat Assembly Election 2027

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ