ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તાપીના નિઝરમાં રાયગઢ પાસે બસ-કાર વચ્ચે અકસ્માત, બે યુવકોનાં મોત

દુર્ઘટના / તાપીના નિઝરમાં રાયગઢ પાસે બસ-કાર વચ્ચે અકસ્માત, બે યુવકોનાં મોત

Published By: Vishal Khamar
Reported By: Dipak Gamit

Last Updated: 04:47 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપીના નિઝરમાં રાયગઢ પાસે બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મહારાષ્ટ્રના પંડિત રમેશ દેવરે અને કૃષ્ણ શિરસાઠનાં મોત નિપજ્યાં. સુરતમાં લગ્નપ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો. પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો.

ADVERTISEMENT

તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ નજીક બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બે યુવકોનાં કરુણ મોત નિપજ્યાં હતાં. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

લગ્ન પ્રસંદમાંથી પરત ફરતા અકસ્માત સર્જાયો

મળતી માહિતી મુજબ, બંને યુવકો સુરત ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપ્યા બાદ કારમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નિઝરના રાયગઢ નજીક તેમની કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર બે યુવકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.

બે વ્યક્તિઓના મોત નિપજ્યા

આ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના પંડિત રમેશ દેવરે અને કૃષ્ણ શિરસાઠનું મોત થયું છે. બંને મૃતકો મહારાષ્ટ્રના કળુંબુ ગામ અને નંદુરબાર વિસ્તારના વતની હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ ટોરેન્ટ પાવરે ફ્યુઅલ સરચાર્જ વધાર્યો, જાણો ગુજરાતના કયા શહેરોમાં વધારો લાગુ?

બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tapi road accident Nizar Raigadh accident Bus car accident in Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ