ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ટોરેન્ટ પાવરે ફ્યુઅલ સરચાર્જ વધાર્યો, જાણો ગુજરાતના કયા શહેરોમાં વધારો લાગુ?

ઝટકો / ટોરેન્ટ પાવરે ફ્યુઅલ સરચાર્જ વધાર્યો, જાણો ગુજરાતના કયા શહેરોમાં વધારો લાગુ?

Published By: Bijal Vyas

Last Updated: 03:52 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Torrent Power Fuel Surcharge Hike: ટોરેન્ટ પાવરના ગ્રાહકોને હવે વીજળીના બિલમાં વધુ રકમ ચૂકવવી પડશે. અમદાવાદ-ગાંધીનગરમાં પ્રતિ યુનિટ 29 પૈસા અને સુરતમાં 34 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

સોના ચાંદી, દહીં-દૂધ બાદ હવે સામાન્ય જનતા વિજળીની બિલમાં પણ વધારે ચાર્જ ચૂકવવો પડશે. હવે,ટોરેન્ટ પાવરે વર્ષ 2026 ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ (FPPPA), એટલે કે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે. અમદાવાદ-ગાંધીનગરમાં પ્રતિ યુનિટ 29 પૈસા અને સુરતમાં 34 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

ટોરેન્ટ પાવર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ સરચાર્જ 3.72 રુપિયા પ્રતિ યુનિટ હતો, જે વધારીને હવે 4.01 રુપિયા કરવામાં આવ્યો છે. આ રીતે સરચાર્જમાં આશરે 8 ટકાનો વધારો થયો છે. આ ફેરફારની અસર બંને શહેરોના આશરે 43 લાખ વીજ ગ્રાહકો પર પડશે.

સુરતમાં પ્રતિ યુનિટ 34 પૈસા વધાર્યા

સુરતના વીજ ગ્રાહકો માટે પણ ફ્યુઅલ સરચાર્જ વધારવામાં આવ્યો છે. અગાઉ સુરતમાં પ્રતિ યુનિટ 2.44 રુપિયા ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવતો હતો. હવે તેમાં 34 પૈસાનો વધારો કરીને નવો દર 2.78 રુપિયા પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે. સુરતમાં આ વધારો આશરે 14% છે. આ નવા દર ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે લાગુ પડશે. પરિણામે અમદાવાદ-ગાંધીનગર અને સુરતના આશરે 43 લાખ વીજ ગ્રાહકોના વીજળી બિલમાં વધારો થવાની શક્યતા છે.

મળતા અહેવાલ મુજબ, ટોરેન્ટ પાવરે વીજળી કાયદાની જોગવાઈઓ અનુસાર ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)ને સુધારેલા ફ્યુઅલ સરચાર્જ અંગે જાણ કરી છે. ત્યારબાદ કંપનીએ ગ્રાહકો પાસેથી નવા દર મુજબ સરચાર્જની વસુલાત શરૂ કરી દીધી છે.

ફ્યુઅલ ચાર્જમાં વધારાનું કારણ

રિપોર્ટ અનુસાર, ફ્યુઅલ સરચાર્જમાં વધારા પાછળ વીજળીની વધતી માંગ મુખ્ય કારણોમાંનું એક છે. ખાસ કરીને અલ નીનોની અસર વચ્ચે કૃષિ ક્ષેત્રમાં વીજળીની માંગ વધી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગેસ, ડીઝલ અને કોલસા સહિતનાં ઇંધણના ઊંચા ભાવને કારણે વીજળી ખરીદવાનો ખર્ચ વધ્યો છે. આ પરિબળોને ધ્યાનમાં રાખીને ટોરન્ટ પાવરે ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ના ત્રિમાસિક ગાળા માટે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે.

આ પણ વાંચોઃ સર્ચ એન્જિન પર મહાઠગોનો કબજો, એક ક્લિકમાં બેન્ક એકાઉન્ટ ખાલી, સર્ચ કરતી વખતે એલર્ટ

સરકારી વીજ કંપનીઓએ દર વધારવાનું કારણ

બીજી તરફ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) હેઠળ કાર્યરત રાજ્યની 4 સરકારી વીજ વિતરણ કંપનીઓએ હજુ સુધી આ ત્રિમાસિક ગાળા માટે ફ્યુઅલ સરચાર્જના દરમાં ફેરફાર કર્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કંપનીઓએ હજી GERC સમક્ષ દર સુધારવા માટેની દરખાસ્ત રજૂ કરી નથી. આગામી 1 અઠવાડિયાથી 10 દિવસમાં દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. દરખાસ્ત રજૂ થયા બાદ ગ્રાહકો માટે સુધારેલા સરચાર્જનો અમલ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad and surat electricity bills to rise torrent power hikes fuel surcharge

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ