ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ટ્રેનની અડફેટે ગુજરાતમાં બે સિંહણનાં મોત, ઘટનાસ્થળે ફોરેસ્ટ વિભાગની ટીમ સહિત સ્થાનિકોનાં ટોળેટોળાં
Last Updated: 10:57 PM, 23 November 2026
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં વાવડી-ખીરસરા વચ્ચે દુઃખદ ઘટના સામે આવી છે. ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જતાં બે સિંહણનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. બનાવને પગલે ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, જેતપુર તાલુકાના વાવડી સ્ટેશન નજીક ઢસા-જેતલસર બ્રોડગેજ રેલવે ટ્રેક પરથી મોડી સાંજે પોરબંદર-ભાવનગર પેસેન્જર ટ્રેન નંબર 59560 પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક બે સિંહણ રેલવે ટ્રેક પર આવી જતાં ટ્રેનની અડફેટે આવી હતી. અકસ્માતમાં બંને સિંહણને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
ADVERTISEMENT
રાજકોટ વનવિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ પામેલી બંને સિંહણની અંદાજિત ઉંમર ત્રણ વર્ષની હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે અને વનવિભાગની ટીમો તાત્કાલિક હરકતમાં આવી હતી.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં રાજકોટથી રેલવે અને વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ અને ગોંડલથી પણ વનવિભાગની ટીમોને સ્થળ પર પહોંચવા રવાના કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શું ખરેખર મહીસાગર નદીમાંથી પ્રગટ થયાં મહાકાળી માં કે પછી કોઈએ મૂર્તિ ઊભી કરી દીધી?
હાલ વનવિભાગ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે ટ્રેક પર સિંહણો કેવી રીતે આવી અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
ચમત્કાર કે અંધશ્રદ્ધા / શું ખરેખર મહીસાગર નદીમાંથી પ્રગટ થયાં મહાકાળી માં કે પછી કોઈએ મૂર્તિ ઊભી કરી દીધી?