ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / "મને ભગવાને ઘણું આપ્યું, અહીં પૈસા કમાવવા નથી આવ્યો, મંત્રી બનાવે તો ઠીક નહીં તો આપણા મલકમાં પાછા", સ્નેહમિલનમાં બોલ્યા પરસોત્તમ સોલંકી

VIDEO / "મને ભગવાને ઘણું આપ્યું, અહીં પૈસા કમાવવા નથી આવ્યો, મંત્રી બનાવે તો ઠીક નહીં તો આપણા મલકમાં પાછા", સ્નેહમિલનમાં બોલ્યા પરસોત્તમ સોલંકી

Published By: Vishal Khamar
Reported By: Kishan Baraiya

Last Updated: 10:01 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના નૂતન વર્ષ સ્નેહમિલનમાં મંત્રી પરષોત્તમ સોલંકીનો આક્રમક અંદાજ જોવા મળ્યો. ભાજપ કાર્યકરો અને કોળી સમાજની હાજરીમાં વિકાસ, કામ અને રાજકીય વિરોધીઓ અંગે કર્યા અનેક નિવેદનો.

ADVERTISEMENT

ગુજરાતના રાજકારણમાં કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની માંગ વચ્ચે હવે રાજ્યના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદને રાજકીય ચર્ચા જગાવી છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ‘કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ’ તેવું નિવેદન આપ્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પરસોત્તમ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં વિરોધીઓને આડકતરો જવાબ આપ્યો હતો.
‘હું ખાલી વાતો નથી કરતો, કામ કરીને બતાવું છું’
કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધતા પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, “મને ભગવાને ઘણું આપ્યું છે. હું અહીં પૈસા કમાવવા આવ્યો નથી. હું ખાલી વાતો નથી કરતો, કામ કરીને પણ બતાવું છું. હું વચનો આપનારો નહીં, પરંતુ કામ કરનારો માણસ છું.” તેમણે વધુમાં કહ્યું કે, “30 વર્ષ સુધી મંત્રી બનાવજો એવું મેં કોઈને કહ્યું નથી. મંત્રી બનાવે તો ઠીક, નહીં તો આપણે આપણા મલકમાં પાછા.

‘તલવારો એમને એમ નથી રાખી, જરૂર પડે ત્યારે ઉપયોગ પણ કરું છું’
પોતાને ભેટમાં મળતી તલવારોનો ઉલ્લેખ કરતાં સોલંકીએ વિરોધીઓને સંબોધીને આક્રમક અંદાજમાં કહ્યું હતું કે, “કાર્યક્રમોમાં મને કેટલાક લોકો તલવાર ભેટમાં આપે છે. મારે કહેવું છે કે આ તલવારો એમને એમ નથી રાખી. જરૂર પડે ત્યારે ઉપયોગ પણ કરું છું. જેને સમજવું હોય તે સમજી લે.” તેમણે પોતાના પહેરવેશ અંગે પણ નિવેદન આપતાં કહ્યું હતું કે, “હું જે સફેદ કપડાં પહેરું છું તે તમારા માટે પહેરું છું. ભૂતકાળમાં કાળા કપડાં પહેરીને પણ ફર્યો છું.”
‘કોઈને તકલીફ પડે તો મારી પાસે આવી જજો’
પોતાના રાજકીય અને જૂના સંઘર્ષના દિવસોનો ઉલ્લેખ કરતાં પરસોત્તમ સોલંકીએ કહ્યું હતું કે, “મેં કોઈના પૈસા ખાધા નથી. ભગવાને મને ઘણું આપ્યું છે. ભૂતકાળમાં બોમ્બેમાં મારા પર 32 કેસ હતા, છતાં મને છોડવો પડ્યો હતો.”કાર્યકર્તાઓને આશ્વાસન આપતાં તેમણે વધુમાં કહ્યું કે, “કોઈને તકલીફ પડે તો આવી જજો. કોઈને ખબર પણ નહીં પડે અને કામ થઈ જશે.”

આ પણ વાંચોઃ ગુજરાત માટે કાળમુખો રવિવાર, અકસ્માતમાં એક જ દિવસમાં 12 લોકોના જીવ ગયા
કોળી સમાજના રાજકીય વર્ચસ્વની ચર્ચા વચ્ચે નિવેદન ચર્ચામાં
એક તરફ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે, તો બીજી તરફ પરસોત્તમ સોલંકીના આ નિવેદનને કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જોકે, સોલંકીએ પોતાના નિવેદનમાં કોઈનું નામ લીધા વિના આડકતરી રીતે વિરોધીઓને સંદેશ આપ્યો હતો. હવે તેમના આ નિવેદનને લઈને રાજકીય ક્ષેત્રે કેવા પ્રતિસાદ આવે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Rural Assembly Bhavnagar Breaking News, Parshottam Solanki, Bhavnagar Rural Assembly Bhavnagar Breaking News Parshottam Solanki

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ