ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં બાળક ગુમ થવાના કેસમાં મહિલા ASI સસ્પેન્ડ! મામાની ફરિયાદ નોંધવાનો કર્યો હતો ઈનકાર
Last Updated: 05:32 PM, 22 November 2026
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટમાં કિશોર ગુમ થવાના મામલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ મહિલા પોલીસ ASI કામિનીબેન મારણકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાળકના મામા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, પરંતુ મહિલા ASI દ્વારા તેમની ફરિયાદ નોંધવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
ADVERTISEMENT
ASI સામે કાર્યવાહી હાથ ધરી
મળતી માહિતી મુજબ, બાળક ગુમ થયાની ગંભીર બાબત હોવા છતાં ASI કામિનીબેન મારણકાએ યોગ્ય કાર્યવાહી કરવામાં રસ દાખવ્યો નહોતો. ફરજ પ્રત્યેની બેદરકારી અને બેજવાબદાર વર્તનને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસ અને RPFની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી
બીજી તરફ, બાળકને શોધવા માટે પોલીસ અને RPFની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. બંને ટીમોની સંયુક્ત કામગીરીના પરિણામે ગણતરીના કલાકોમાં જ ગુમ થયેલા કિશોરને શોધી કાઢવામાં સફળતા મળી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વાપી ખંડણી કેસ; પોલીસ પર હુમલો કરી આરોપીનો ભાગવાનો પ્રયાસ, પોલીસે પગમાં ગોળી ધરબી
પોલીસની ફરજ અને જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા
ADVERTISEMENT
આ ઘટનાએ પોલીસની ફરજ અને જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને બાળક ગુમ થવા જેવા સંવેદનશીલ મામલામાં ફરિયાદ નોંધવામાં વિલંબ કે ઇનકાર કેટલો ગંભીર બની શકે છે તે આ ઘટનાથી સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.