ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાંચમા દિવસે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું, ધોળકાના સરગવળા ગામે પોલીસ પર પથ્થરમારો
Last Updated: 08:01 PM, 21 November 2026
ADVERTISEMENT
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવળા ગામમાં ગેસ લાઈનની કામગીરીને લઈને ચાલી રહેલો ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આંદોલનના પાંચમા દિવસે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, સરગવળા ગામમાં ગેસ લાઈન નાખવાની કામગીરી દરમિયાન સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ખેડૂતો, પોલીસ કર્મચારીઓ અને GSPLના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી.
ADVERTISEMENT

પરિસ્થિતિ વધુ વણસતાં રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાની પોલીસ ફોર્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

નોંધનીય છે કે ગેસ લાઈનની કામગીરીને લઈને ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે, પાંચમા દિવસે આ વિરોધ ઉગ્ર બનતાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે.
ADVERTISEMENT

હાલ સરગવળા ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખેડૂતોના વિરોધ પાછળના ચોક્કસ મુદ્દાઓ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનારી આગળની કાર્યવાહી અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
ફરી બળજબરીથી કામ કરવામાં આવશે તો અમે નહીં થવા દઈએઃ સુરેશ સોલંકી(ખેડૂત)
આ બાબતે સરગવળા ગામના ખેડૂત સુરેશ સોલંકીએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ અમે આંદોલન કર્યું છે તેમજ આ પહેલા પણ ગ્રામજનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જે આંદોલન દોઢ મહિના ચાલ્યું હતું. જીએસપીએલ કંપની દ્વારા બળજબરી કરવામાં આવે છે તેનો વિરોધ કર્યો હતો. તેમજ હાલ પણ અમે ગેસ પાઈપ લાઈનનું કામ રોક્યું છે. મોટી સંખ્યામાં ગામના ખેડૂતો આવ્યા હતા અને અમારી મંજૂરી વગર જે ગેસ લાઈન નાંખવા માટે જે ખોદકામ કરવામાં આવ્યું હતું એ અમે પાવડા વડે પુરી દેવામાં આવ્યું છે. અને ફરી જો કંપની દ્વારા બળજબરીથી કામ કરવામાં આવશે તો અમે નહી થવા દઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.