ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોના-ચાંદીની ચમક સતત ફિક્કી પડી, ભાવમાં આજેય કડાકો, ગ્રાહકોને રાહત!

બિઝનેસ / સોના-ચાંદીની ચમક સતત ફિક્કી પડી, ભાવમાં આજેય કડાકો, ગ્રાહકોને રાહત!

Published By: Vishal Khamar

Last Updated: 03:11 PM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવમાં રૂ. 5,575 અને ચાંદીમાં રૂ. 8,492નો ઘટાડો થતાં ગ્રાહકોને રાહત. જાણો અમદાવાદમાં સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ અને લગ્નસરાની ખરીદીનો ટ્રેન્ડ.

ADVERTISEMENT

સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતાં જે ગ્રાહકો ઘરેણાં ખરીદવાનું મન બનાવીને બજેટના કારણે અટકી ગયા હતા, તેમના માટે હવે રાહતના સમાચાર છે. સોનાની ચમક સતત ઝાંખી પડી રહી છે તો બીજી તરફ ચાંદીની તેજીમાં પણ બ્રેક લાગી છે. આજે પણ ખુલતાં બજારે સોનામાં રૂ. 5,575 અને ચાંદીમાં રૂ. 8,492નો ઘટાડો થયો છે. લોકોમાં ચર્ચા છે કે શું હવે ઘરેણાં ખરીદવાનો યોગ્ય સમય આવી ગયો છે? ખાસ કરીને લગ્નસરાની ખરીદી કરનારા પરિવારો અને લાંબા સમયથી સોના-ચાંદીના ભાવ ઘટવાની રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે આ ઘટાડો મહત્ત્વનો બન્યો છે.

અમદાવાદના બુલિયન બજારમાં 16 નવેમ્બરના રોજ ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 147762અને 22 કેરેટ સોનું રૂ. 129030 પ્રતિ 10 ગ્રામ હતો. આમ સોનાના ભાવમાં 12.5 ટકાનો ઘટાડો થયો છે. સોનું હવે 29 જાન્યુઆરીના રૂ 1.81 લાખના સર્વોચ્ચ ભાવથી અંદાજે 30 ટકા નીચે છે. આજે પણ સોનું ગઈ કાલની તુલનાએ ફરી ગગડીને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ 123805 થયું છે, જ્યારે ચાંદીમાં સોમવારે ભાવ પ્રતિ કિલો ભાવ રૂ. 173000 રહ્યો હતો. જે ગઈ કાલે ઘટીને રૂ.1.55 લાખ થયો હતો. આજે પણ ચાંદીનો ભાવ ગગડીને ગઈ કાલની તુલનાએ પ્રતિ કિલો રૂ. 152874 થયો છે. ચાંદી હવે 29 જાન્યુઆરીના રૂ. 3.80 લાખના સર્વોચ્ચ ભાવથી અંદાજે 59 ટકા નીચે છે, જેના કારણે ખરીદી ટાળનારા ગ્રાહકો ફરી ઝવેરી બજાર તરફ વળે તેવી વેપારીઓને આશા છે. ચાંદીની ખરીદીમાં હાલ મંદી જોવા મળી રહી છે. જોકે 925 શુદ્ધતાની ચાંદીનાં ઘરેણાંની માગ સારી છે. લગ્ન પહેલાંની ખરીદીના કારણે ૯૨૫ અને શુદ્ધ ચાંદી બંને પ્રકારનાં ઘરેણાંની માગ વધી રહી છે.

આ પણ વાંચોઃ કોળી-પાટીદાર CMની માંગ પર ભાજપનો ''નરો વા, કુંજરો વા'', જુઓ શું બોલ્યા પ્રદેશ મહામંત્રી?"

સોનું સસ્તું થતાં લગ્નસરામાં ઘરેણાંની ખરીદી ફરી વધી

સોનાના ભાવમાં ઘટાડો થતાં દાગીના ખરીદવા માગતા મધ્યમવર્ગીય પરિવારોને રાહત મળી છે. લગ્નપ્રસંગ માટે સેટ, ચેઇન, બંગડી અને હળવા વજનના ઘરેણાં ખરીદવાનું આયોજન કરી રહેલા પરિવારો ભાવની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ચાંદીમાં ઘટાડો થતાં સિક્કા, વાસણો અને અન્ય ચાંદીની વસ્તુઓ ખરીદનારાઓને પણ રાહત મળી શકે છે. જ્વેલર્સ એસોસીએશન અમદાવાદના ખજાનચી જિગર પટેલે જણાવ્યું છે કે સોનાના ઘરેણાંની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને લગ્નની મોસમ નજીક આવી રહી હોવાથી ગ્રાહકોની ખરીદી વધવી સ્વાભાવિક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Silver price today in Ahmedabad 24 carat gold price Ahmedabad gold rate today

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ