ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોળી-પાટીદાર CMની માંગ પર ભાજપનો ''નરો વા, કુંજરો વા'', જુઓ શું બોલ્યા પ્રદેશ મહામંત્રી?"
Last Updated: 02:00 PM, 21 November 2026
ADVERTISEMENT
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે 'કોળી સમાજના સીએમ' અને પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ 'પાટીદાર સીએમ' જે માંગ ઉઠાવી હતી તેની હજી ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે ભાજપે આ મુદ્દે પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. આ મુદ્દે ભાજપે ચોખ્ખું તો કહ્યું નથી પરંતુ 'નર્યો વા કૂંજરો વા' જેવો ઘાટ કર્યો છે.
ADVERTISEMENT
શું બોલ્યાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ?
ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે એવું કહ્યું કે લોકશાહીમાં મુખ્યમંત્રી ધારાસભ્ય પસંદ કરતા હોય છે. ધારાસભ્ય પોતાના નેતા ચૂંટતા હોય છે. 'કોઈ સમાજની લાગણી હોય પરંતુ ધારાસભ્યો અને પક્ષ આ નિર્ણય લેતા હોય છે'
ADVERTISEMENT
કોળી સમાજના સીએમનો મુદ્દો કોણે ઉઠાવ્યો?
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના માતાજીના માંડવામાં એવું જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતમાં કોળી સમાજ બીજા નંબરે છે તેથી કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે આપણ જાગૃત થવાની જરૂર છે.
ADVERTISEMENT
મંત્રી પરસોત્તમ સોલંકીએ શું કહ્યું હતું?
મંત્રી પરસોત્તમ સોલંકીએ આ માંગને સમર્થન આપતા જણાવ્યું છે કે કોળી સમાજને મોટું સ્થાન મળવું જોઈએ. આ ઉપરાંત, 2027ની ચૂંટણીમાં સમાજને વધુ બેઠકો આપવાની પણ તેમણે રજૂઆત કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદના સરદારનગરમાં દારૂ પાર્ટી મામલે 4 લોકો સામે ગુનો દાખલ, ભાજપના ધારાસભ્યએ આપ્યો ખુલાસો
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ શું કહ્યું?
ADVERTISEMENT
પબુભા માણેકના નિવેદન પર હીરા સોલંકીની પ્રતિક્રિયા આપી છે. હીરા સોલંકીએ કહ્યું કે પબુભા માણેક એ પોતાના વિચારો રજૂ કર્યા છે. પબુભાએ જે વાત કરી એવી કોઈ વાત નથી. દરેકના વિચારો અલગ હોઈ શકે છે. કોળી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હતા આથી માણેકે પોતાનો વિચાર રજૂ કર્યા છે.
ઋષિ ભારતી બાપુએ શું કહ્યું?
ADVERTISEMENT
ઋષિ ભારતી બાપુએ કોળી સમાજના ધારાસભ્યને CM બનાવવાની માંગને ટેકો આપ્યો છે. આ ઉપરાંત, સામાજિક આગેવાન રાજુ વંશ અને પિન્ટુ કોળી જેવા નેતાઓએ પણ સમાજની વસ્તીના આધારે મુખ્યમંત્રી પદની માંગણી દોહરાવી છે.
સિંધિ સમાજના અગ્રણીઓએ ભાજપ પાસે કરી માગ
સિંધી સમાજે વિધાનસભાની ચૂંટણીમાં પાંચ ટિકિટ તેને આપવાની માંગ ઉઠાવી છે. રાજ્યમાં સિંધિ સમાજના 12થી 15 લાખ મત હોવાનો દાવો કરાયો છે. સમાજે કહ્યું કે ‘સિંધી સમાજને વર્ષોથી ભાજપ એક જ ટિકિટ’ આપે છે. સિંધિ સમાજ’‘182 પૈકી 5થી વધુ બેઠકો પર હાર-જીત નક્કી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો