ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખાખીનો ખોફઃ 1000થી વધુ ડ્રગ્સ માફિયાઓએ ધંધો સમેટી લીધો, પોલીસનું ઠેરઠેર સઘન ચેકિંગ
Last Updated: 12:29 PM, 21 November 2026
ADVERTISEMENT
શહેરની ગલીઓમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સ માફિયાઓ માટે હવે ધંધો કરવો આસાન રહ્યો નથી. અત્યાર સુધી પોલીસની નજરથી બચીને નાની-નાની પડીકીઓ વેચતા પેડલર્સને લાગતું હતું કે મોટા જથ્થા સાથે પકડાય ત્યારે જ પોલીસના સકંજામાં આવીશું, પરંતુ હવે ગણિત બદલાઈ ગયું છે. ખાખીનો ખોફ એવો ફેલાયો છે કે એક હજારથી વધુ નાના-મોટા ડ્રગ્સ માફિયાઓએ પોતાનો ધંધો સમેટી લીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ ડ્રગ્સની સપ્લાય ચેઈન તોડવા પોલીસ એક પછી એક દરોડા પાડી રહી છે. પોલીસ ચોપડે ચઢે તે પહેલાં ડ્રગ્સનો વેપાર કરતા લોકોએ ધંધો બંધ કરી દીધો છે. આ આખા અભિયાનમાં સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો, જ્યારે અમદાવાદ પોલીસે ૯૦૦થી વધુ ડ્રગ્સ પેડલર્સને એકસાથે બોલાવી આગવી ઢબે સરભરા કરી હતી. આટલી મોટી સંખ્યામાં ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા લોકોને એક જ જગ્યાએ બોલાવી પોલીસે સ્પષ્ટ કરી દીધું કે હવે શહેરમાં નશાનો કારોબાર ચલાવનારાઓને છોડવામાં આવશે નહીં. ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલે તો પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ ચેતવણી આપી દીધી કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાશે ત્યાંના પીઆઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ચેતવણીથી પોલીસ સ્ટેશનોમાં પણ દોડધામ મચી છે. હવે કોઈ વિસ્તારમાંથી થોડો અમથો ગાંજો કે ડ્રગ્સનો જથ્થો મળી આવે તો પણ પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે, પરિણામે અત્યાર સુધી છૂટક વેચાણ કરીને બચી જતા પેડલર્સમાં પણ ધરપકડનો ડર બેસી ગયો છે.
ADVERTISEMENT
નાની પડીકીથી ખૂલતી મોટી ચેઈન
ડ્રગ્સના ધંધાની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રાહક સુધી પહોંચતી નાની પડીકી પાછળ સપ્લાયર્સની આખી કડી કામ કરતી હોય છે. એક વ્યક્તિ વેચાણ કરે છે, બીજી વ્યક્તિ જથ્થો પહોંચાડે છે અને ત્રીજી વ્યક્તિ હોલસેલમાં માલ પૂરો પાડે છે. પોલીસ હવે માત્ર વેચાણ કરનારને પકડીને કેસ પૂરો કરતી નથી, પરંતુ તેની પાસેથી મળતી માહિતીના આધારે પાછળના ખેલાડીઓ સુધી પહોંચી રહી છે. તાજેતરના પાંચ કેસમાં આ જ પેટર્ન જોવા મળી છે.
ADVERTISEMENT
હવે માફિયાઓ માટે દરેક પડીકી જોખમ
આ પાંચ કેસમાં એક વાત સ્પષ્ટ થાય છે કે ડ્રગ્સના નેટવર્કમાં સૌથી નીચેના સ્તરે કામ કરતા પેડલર્સ સુધી પોલીસ પહોંચી રહી છે અને તેમની પાસેથી સપ્લાયર્સની કડીઓ મેળવી રહી છે. એક તરફ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી છે, બીજી તરફ પોલીસ સ્ટેશનોને પણ જવાબદારી સોંપવામાં આવી છે. જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાશે ત્યાંના પીઆઈ સામે કાર્યવાહી કરવાની ચેતવણીના પગલે સ્થાનિક પોલીસ પણ સક્રિય બની છે, પરિણામે નશાના કારોબારીઓ માટે હવે શહેરની ગલીઓમાં ધંધો ચલાવવો મુશ્કેલ બન્યો છે. ખાખીનો ખોફ માત્ર પેડલર્સ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ હોલસેલથી રિટેલ સુધીની આખી ચેઈન સુધી પહોંચવાનો પોલીસનો પ્રયાસ શરૂ થયો છે.
ADVERTISEMENT
પોલીસના પાંચ દરોડાઃ શહેરમાં પાંચ જગ્યાએ સપ્લાયર્સની કડી મળી
ADVERTISEMENT
શહેરને ડ્રગ્સમુક્ત કરવાની કામગીરી ચાલી રહી છે. જે લોકો હજુ પણ ડ્રગ્સનો ધંધો કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંદાિજત એક હજારથી વધુ લોકોએ પોલીસની કાર્યવાહીથી ડરીને ડ્રગ્સના ધંધા પણ બંધ કરી દીધા છે, જે એક સારી કામગીરીનું પ્રતીક છે.
ADVERTISEMENT
સારવાર માટે આવ્યો અને પકડાયો
ADVERTISEMENT
પોલીસ સતત ડ્રગ્સના ધંધા બંધ કરાવવા માટે કામગીરી કરી રહી છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ કરે છે, જ્યારે ડ્રગ્સનો ધંધો કરતા લોકોના ઘરમાં સર્ચ કરી રહી છે. ડ્રગ્સનો ધંધો સંપૂર્ણપણે બંધ નહીં થઈ જાય ત્યાં સુધી પોલીસ તેની કાર્યવાહી ચાલુ રાખશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો