ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિલજીત દોસાંઝના LIVE કોન્સર્ટમાં જનારા આટલું ધ્યાન રાખજો, નહીંતર હેરાન થઇ જશો!

અમદાવાદ / દિલજીત દોસાંઝના LIVE કોન્સર્ટમાં જનારા આટલું ધ્યાન રાખજો, નહીંતર હેરાન થઇ જશો!

Published By: Hiralal Parmar

Last Updated: 11:19 AM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબી સિંગર દિલજીત દોસાંઝનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા સુરક્ષાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાનારા આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટવાની શક્યતા છે.

ADVERTISEMENT

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે બપોરે 3થી 10 વાગ્યા સુધી પંજાબી સિંગર દિલજીત દોસાંઝનો ભવ્ય કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. કોન્સર્ટ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાનારા આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટશે તેથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમુક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ

કોન્સર્ટમાં સુરક્ષાના કારણોસર દર્શકો માટે કેટલીક ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં લેપટોપ, આઈપેડ અને પાણીની બોટલો સાથે લઈ જવા પર પ્રતિબંધ છે. કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવશે.

બોમ્બ ધમકી બાદ પોલીસ સતર્ક

કોન્સર્ટને અગાઉ મળેલી બોમ્બ ધમકીઓના પગલે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રે પૂરતી તૈયારી કરી છે. રક્ષા માટે 2000 પોલીસકર્મીઓ અને 1500 જેટલા પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યાં છે. SRP ની ત્રણ ટીમો પણ બંદોબસ્તમાં જોડાશે. SOG, ક્રાઇમ બ્રાન્ચ અને મેડિકલ ટીમો પણ સ્ટેડિયમ ખાતે તૈનાત રહેશે. સ્ટેડિયમમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે. CCTV કેમેરા અને ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવશે. સાયબર ક્રાઇમની ટીમ સોશિયલ મીડિયા અને ઈમેઇલ પર નજર રાખશે.

કોન્સર્ટ માટે મેટ્રોનો સમય વધારાયો

કોન્સર્ટમાં આવનારા લોકો માટે મેટ્રોના ટાઈમ રાતના 11.30 સુધી લંબાવાયો છે. વાસણા APMC અને મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે. રાત્રે 11 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી પ્રવેશ માટે ખાસ પેપર ટિકિટ ફરજિયાત રહેશે. આ ટિકિટનો દર પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા નક્કી કરાયો છે. રાત્રે 11 વાગ્યા પછી સામાન્ય ટોકન, સ્માર્ટ કાર્ડ અને QR ટિકિટથી પ્રવેશ મળશે નહીં.

વધુ વાંચો : રાજકોટમાં 12 વર્ષ પહેલા ટ્રકચાલકનું માથું કચડી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર હત્યારાની ધરપકડ

ટ્રાફિક ડાયવર્ઝન અપાયું

આવતીકાલે બપોરે 3 વાગ્યાથી કોન્સર્ટનો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી સુધીનો માર્ગ વાહનચાલકો માટે બંધ રહેશે. આ ઉપરાંત, કૃપા રેસીડેન્સી ટી થી મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ પણ પ્રતિબંધિત રહેશે. પોલીસ કમિશનરના આ જાહેરનામામાંથી ઇમરજન્સી વાહનો, સરકારી વાહનો અને સ્થાનિક રહીશોને મુક્તિ આપવામાં આવી છે. વાહનચાલકોને અગવડ ન પડે તે માટે નિર્ધારિત વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

diljit dosanjh news diljit dosanjh, ahmedabad news diljit dosanjh

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ