ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં 12 વર્ષ પહેલા ટ્રકચાલકનું માથું કચડી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર હત્યારાની ધરપકડ
Last Updated: 10:55 AM, 21 November 2026
ADVERTISEMENT
રાજકોટ શહેરના કુવાડવા નજીક 12 વર્ષ પૂર્વે થયેલ લૂંટ વિથ મર્ડરની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. 12 વર્ષ પહેલા જાવેદ ઉર્ફે જાવલા ખાન પઠાણે ટ્રક ચાલક જયેશ પંડ્યાની હત્યા કરીને ટ્રકના પાછળના ટાયરથી માથું છૂંદી નાખીને હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા બાદ તે તમિલનાડુ નાસી ગયો હતો.
ADVERTISEMENT
12 વર્ષ બાદ પોલીસે તમિલનાડુથી કરી ધરપકડ
રાજકોટ પોલીસે 12 વર્ષ બાદ જાવેદ ઉર્ફે જાવલા ખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપી જાવેદ તમિલનાડુંમાં પોતાનું નામ અને ઓળખ છુપાવીને ડ્રાઈવિંગ કામ કરી રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
શું હતું હત્યાનું કારણ?
બે સગા ભાઇઓ ટ્રક ચાલક જયેશ પંડ્યાની હત્યા કરીને 50,000ની રોકડ લૂંટી લીધઈ હતી. આ ગુનામાં એક આરોપી નાસિરની અગાઉ 2014માં જ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બીજો આરોપી જાવેદ ઉર્ફે જાવલો છેલ્લા બાર વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હોવાથી તે દેશના વિવિધ રાજ્યોમાં ફરતો રહેતો હતો અને થોડા મહિનાના અંતરે ગામ કે શહેર બદલી નાખતો હતો. પરંતુ આખરે પોલીસે તેની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
સારવાર માટે આવ્યો અને પકડાયો
ADVERTISEMENT
છેલ્લા ઘણા સમયથી તે તામિલનાડુમાં પોતાનું નામ બદલી ઓળખ છુપાવીને રહેતો હતો. દરમિયાન તેને તબિયત લથડતા સારવાર માટે વતન રાજકોટ જિલ્લામાં આવ્યો હતો. અહીં આવી રાજકોટ અને જૂનાગઢના તબીબને દેખાડી સારવાર પણ શરૂ કરી હતી અને જામકંડોરણા નજીક વાડી વિસ્તારમાં રહેતો હતો. આની પાક્કી બાતમી મળતાં ક્રાઈમ બ્રાંચની ટીમે તેને ઝડપી લીધો હતો અને કુવાડવા પોલીસને સોંપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.