ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / ગુજરાતમાં શરુ થયું ઓપરેશન હેલ્થ, સુરત-પાટણ સહિતના શહેરોમાં ફૂડ સેફ્ટી વિભાગનું ચેકિંગ
Last Updated: 10:38 AM, 21 November 2026
ADVERTISEMENT
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 106 આઈસ્ક્રીમ પાર્લરો અને ઉત્પાદન-વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી. શહેરના વિવિધ ઝોનમાં 48 સ્થળોએ હજુ સુધી આ બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં પણ બાકીની 48 સંસ્થાઓમાં બોર્ડ લાગે તે માટે તપાસ અને કાર્યવાહી ચાલુ રખાશે. ગ્રાહકોને દૂધમાંથી બનતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાય તે માટે બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
પાટણમાં એકમો પર ચેકિંગ
પાટણ જિલ્લામાં ઓપરેશન હેલ્થ અંતર્ગત આઈસ્ક્રીમ એકમો પર ચેકિંગ કરાયું હતું. જિલ્લાની હોટલ્સ, રિટેલર પેઢીઓ પર આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં ચકાસણી કરાઈ હતી. સ્વચ્છતા અંતર્ગત ત્રણ પેઢીઓ ને નોટિસ અપાઈ હતી.
ADVERTISEMENT
હોટલો, રેસ્ટોરન્ટ અને ઢાબાઓ પર સઘન ચેકિંગ
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 19 નવેમ્બર 2026 થી સમગ્ર ગુજરાતના નેશનલ અને સ્ટેટ હાઈવે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટ અને ઢાબાઓ પર સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : એલર્ટ! અમદાવાદની હવા બની પ્રદૂષિત, સૌથી ડેન્જર આ એરિયામાં, જાણો બાકીના વિસ્તારના હાલ
રસોડામાં કેપ, એપ્રન અને ગ્લોવ્સ પહેરવા ફરજિયાત
ADVERTISEMENT
રસોડામાં સ્વચ્છતા જાળવવી, કર્મચારીઓ માટે કેપ, એપ્રન અને ગ્લોવ્સ પહેરવા ફરજિયાત કરાયા છે. ભેળસેળ કે ગંદકી જણાશે તો સ્થળ પર જ સેમ્પલ લેવામાં આવે છે અને નિયમ ભંગ બદલ લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કાર્યવાહી થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.