ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સફારી ઝોનનો વિસ્તાર વધશેઃ ચાર નવા પ્રવાસ માર્ગ શરૂ કરવાની યોજના
Last Updated: 12:32 PM, 21 November 2026
ADVERTISEMENT
ગીરની સફારીનો અનુભવ માણવા માગતા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ હાલ સફારીની તકો મર્યાદિત છે. હવે ગુજરાત વન વિભાગે ગીર અભયારણ્યનો પ્રવાસીઓ માટે ખુલ્લો વિસ્તાર આઠ ટકાથી વધારી 12 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાંથી સફારીની ક્ષમતા વધશે અને હાલના 13 માર્ગોમાં ચાર નવા માર્ગ ઊમેરાશે.
ADVERTISEMENT
ગાંધીનગરના વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે હાલમાં 1412 ચોરસ કિ.મી.ના અભયારણ્ય વિસ્તારમાંથી આઠ ટકા વિસ્તાર પ્રવાસીઓ માટે સફારી માટે ખુલ્લો છે. તેમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો 258 ચોરસ કિ.મી. વિસ્તાર પણ સામેલ છે. પ્રવાસન વિસ્તાર ૧૨ ટકા સુધી વધારવાનો નિર્ણય પ્રવાસીઓની વધતી માગને પહોંચી વળવા માટે લેવામાં આવ્યો છે.
પ્રવાસીઓની વધતી માગને પહોંચી વળવાનો પ્રયાસ
ADVERTISEMENT
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તાર વધારવાની દરખાસ્તનો હેતુ પ્રવાસીઓની વધતી માગને પહોંચી વળવાની સાથે સંરક્ષિત જંગલ વિસ્તારમાં માનવ અવરજવરનું નિયમન કરવાનો છે. માર્ગદર્શિકા મુજબ અભયારણ્યના 20 ટકા વિસ્તાર સુધી પ્રવાસન પ્રવૃત્તિઓને મંજૂરી આપી શકાય છે, જોકે હાલ વિભાગ પ્રવાસન વિસ્તારને વધારીને ૧૨ ટકા સુધી જ લઈ જવાની યોજના ધરાવે છે. આ દરખાસ્ત રાજ્ય વન્યજીવ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. મુખ્ય વન્યજીવ વોર્ડનને પણ સફારી માર્ગોની સંખ્યા વધારવાની સત્તા છે.
હાલ દરેક સફારી માર્ગ પર બે વાહનો સામસામેની દિશામાં, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં અને વિરુદ્ધ દિશામાં ચાલે છે. નવા માર્ગો ઉમેરવાથી સફારીમાં પ્રવેશતાં વાહનોની સંખ્યામાં પણ વધારો થશે. સફારી વાહનોમાં પ્રવાસીઓની બેઠક ક્ષમતા છથી વધારી આઠ કરવામાં આવી છે.
ADVERTISEMENT
તહેવારોમાં પરવાનગી મેળવવા માટે પ્રવાસીઓની ભારે ભીડ
ખાસ કરીને તહેવારો અને રજાઓ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વધી જતાં અનેક લોકોને સફારીની પરવાનગી મળી શકતી નથી. પરવાનગી ન મળવાને કારણે અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં ગેરકાયદે સિંહદર્શનના કાર્યક્રમો પણ યોજાતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હાલના 13 સફારી માર્ગોમાં ચાર નવા માર્ગ ઉમેરવાની યોજના છે, જેનાથી કુલ માર્ગોની સંખ્યા 17 થશે. આ વિસ્તરણથી નજીકના ભવિષ્યમાં સફારીની મોસમ દરમિયાન પરવાનગી ઉપલબ્ધ ન હોવાને કારણે દરરોજ સરેરાશ 150 પ્રવાસીઓને સફારીનો લાભ મળતો નથી. આથી પરવાનગી વ્યવસ્થા પર વધતું દબાણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. વન વિભાગના મુખ્ય અગ્ર વન સંરક્ષક જયપાલસિંહે જણાવ્યું છે કે અમે વધુ સફારી માર્ગો ઉમેરવા જઈ રહ્યા છીએ. માર્ગદર્શિકા મુજબ અભયારણ્યના કુલ વિસ્તારના આશરે 20 ટકા ભાગનો પ્રવાસન પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો