ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / માત્ર 7 જ દિવસમાં રોકાણકારોના ₹560 લાખ કરોડ સ્વાહા! જાણો કડાકા પાછળના કારણો

બિઝનેસ / માત્ર 7 જ દિવસમાં રોકાણકારોના ₹560 લાખ કરોડ સ્વાહા! જાણો કડાકા પાછળના કારણો

Published By: Jinal Chauhan

Last Updated: 12:19 PM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના શેરબજારમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વેચવાલી જોવા મળી રહી છે. AI સેક્ટરને લઈને વધતી ચિંતાએ દુનિયાના સૌથી મોટા શેરબજારને હચમચાવી દીધું છે.

ADVERTISEMENT

એક સપ્તાહમાં અમેરિકાના શેરબજારમાંથી લગભગ 6 ટ્રિલિયન ડોલર એટલે કે આશરે ₹560 લાખ કરોડની માર્કેટ વેલ્યુ ઘટી ગઈ છે. શુક્રવારે એક જ દિવસમાં લગભગ 1 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું હતું. S&P 500 સતત સાત ટ્રેડિંગ સેશનથી ઘટાડા સાથે બંધ થયો છે. બીજી તરફ Nasdaqમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે. ટેક કંપનીઓના શેરમાં વેચવાલી વધતાં રોકાણકારોમાં ચિંતા વધી છે. હવે સવાલ એ છે કે AIની જે ટેક્નોલોજીને ભવિષ્યનો સૌથી મોટો બિઝનેસ માનવામાં આવતો હતો, તે જ અમેરિકાના શેરબજારમાં ઘટાડાનું કારણ કેવી રીતે બની?

અમેરિકાના શેરબજારમાં કરેક્શનનો માહોલ

અમેરિકાના શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી વેચવાલી સતત વધી રહી છે. S&P 500 અને Dow Jones પોતાના તાજેતરના રેકોર્ડ સ્તરથી લગભગ 10 ટકા નીચે આવી ગયા છે. શેરબજારમાં કોઈ ઇન્ડેક્સ તેની તાજેતરની ઊંચી સપાટીથી 10 ટકા કે તેથી વધુ નીચે આવે ત્યારે તેને કરેક્શન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં રોકાણકારો શેર ખરીદવાને બદલે વેચવાનું વધારે પસંદ કરે છે. ખાસ કરીને ટેક્નોલોજી અને AI સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Share Market

માત્ર એક દિવસમાં 1 ટ્રિલિયન ડોલરનું નુકસાન

શુક્રવારનો દિવસ અમેરિકાના રોકાણકારો માટે ભારે રહ્યો હતો. એક જ દિવસના કારોબારમાં અમેરિકાના શેરબજારમાંથી લગભગ 1 ટ્રિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ ઘટી ગઈ હતી. છેલ્લા એક સપ્તાહમાં આ નુકસાન વધીને લગભગ 6 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું છે. ભારતીય રૂપિયામાં આ રકમ આશરે ₹560 લાખ કરોડ થાય છે. આટલા મોટા ઘટાડાથી ટેક કંપનીઓના રોકાણકારો સાથે સામાન્ય રોકાણકારોમાં પણ ચિંતા વધી છે.

Nasdaqમાં 5.28 ટકાનો મોટો કડાકો

શુક્રવારના કારોબારમાં અમેરિકાના મુખ્ય શેરબજારના ઇન્ડેક્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો. Nasdaq Composite 5.28 ટકા ઘટીને 22,617.73 પોઈન્ટ પર બંધ થયો હતો. વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં આ ઇન્ડેક્સ લગભગ 2.7 ટકા ઘટ્યો છે. S&P 500માં 3.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 6,910.39 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ Dow Jones Industrial Average 949.73 પોઈન્ટ એટલે કે 1.93 ટકા ઘટીને 48,147.33 પોઈન્ટ પર પહોંચ્યો હતો.Nasdaq 100માં તો 5.6 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. કારોબાર દરમિયાન આ ઇન્ડેક્સ પોતાની તાજેતરની ઊંચી સપાટીથી લગભગ 20 ટકા નીચે આવી ગયો હતો. આ સ્થિતિને બેર માર્કેટની શરૂઆત તરીકે જોવામાં આવે છે.

AI કંપનીઓને લઈને રોકાણકારોની ચિંતા વધી

અમેરિકાના શેરબજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ AI સેક્ટરને લઈને બદલાતી રોકાણકારોની વિચારસરણી માનવામાં આવે છે. અત્યાર સુધી AIને ભવિષ્યના મોટા બિઝનેસ તરીકે જોવામાં આવતો હતો. તેના કારણે ટેક કંપનીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ થયું હતું. પરંતુ હવે રોકાણકારો આ કંપનીઓના ખર્ચ અને કમાણી વચ્ચેના અંતરને લઈને સવાલો કરી રહ્યા છે.AI ટેક્નોલોજી વિકસાવવા માટે કંપનીઓ અબજો ડોલર ખર્ચી રહી છે. ડેટા સેન્ટર બનાવવા, મોંઘા સર્વર ખરીદવા અને નવી ટેક્નોલોજી તૈયાર કરવા માટે સતત મોટું રોકાણ કરવું પડે છે. બીજી તરફ આટલા મોટા ખર્ચની સામે કંપનીઓને કેટલી કમાણી થશે તે અંગે ચિંતા વધી છે. આ જ કારણ છે કે રોકાણકારો હવે AI કંપનીઓના શેરમાં જોખમ લેવાનું ટાળી રહ્યા છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ચાંદી ₹20000 અને સોનું ₹11000 સુધી સસ્તું થયું! જાણો હજુ ઘટશે કે પછી?

ડેટા સેન્ટર અને ફંડિંગની મુશ્કેલી પણ ચિંતાનું કારણ

AI બિઝનેસને આગળ વધારવા માટે મોટા ડેટા સેન્ટરની જરૂર પડે છે. પરંતુ આવા સેન્ટર ઊભા કરવા માટે વીજળી, જમીન, મોંઘા સાધનો અને મોટા ભંડોળની જરૂર પડે છે. આટલા મોટા ખર્ચ છતાં રોકાણનું વળતર ક્યારે મળશે તે અંગે સ્પષ્ટતા ન હોવાથી રોકાણકારો સાવચેત બન્યા છે.આ ઉપરાંત AI સેક્ટરમાં નવી કંપનીઓ વચ્ચેની કોમ્પિટીશન પણ વધી રહી છે. કંપનીઓએ પોતાની ટેક્નોલોજી પાછળ વધુ પૈસા ખર્ચવા પડી રહ્યા છે. બીજી તરફ ફંડિંગ મેળવવું પણ સરળ રહ્યું નથી. આ પરિસ્થિતિમાં રોકાણકારો નફો બુક કરી રહ્યા છે અને ટેક શેરમાંથી પૈસા બહાર કાઢી રહ્યા છે.

રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ તરફ વળ્યા

શેરબજારમાં સતત ઘટાડો થાય ત્યારે રોકાણકારો જોખમવાળા રોકાણમાંથી પૈસા કાઢીને સુરક્ષિત વિકલ્પો તરફ વળે છે. અમેરિકામાં પણ હાલ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. કેટલાક રોકાણકારો બોન્ડ માર્કેટ જેવા વિકલ્પોમાં રોકાણ વધારી રહ્યા છે. બીજી તરફ ભારત જેવા બજારોમાં પણ રોકાણની તકો શોધવામાં આવી રહી છે.AI કંપનીઓના શેરમાં ઘટાડો અને વૈશ્વિક બજારોમાં વધતી ચિંતાને કારણે અમેરિકાના શેરબજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. હવે રોકાણકારોની નજર કંપનીઓની કમાણી, AI પાછળના ખર્ચ અને આગામી સમયમાં ટેક્નોલોજી બિઝનેસ કેટલી આવક ઊભી કરી શકે છે તેના પર રહેશે.

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Stock Market Crash Stock Market Crash US Stock Market

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ