ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગ્રીન ફિલ્ડ વધારવા એરપોર્ટ વિસ્તારમાં લાખોના ખર્ચે તૈયાર કરાશે કોરિડોર
Last Updated: 03:12 PM, 21 November 2026
ADVERTISEMENT
એરપોર્ટ વિસ્તારમાં હરિયાળી વધારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 90.86 લાખના ખર્ચે ગ્રીન કોરિડોર લેન્ડસ્કેપ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં આ પ્રોજેક્ટ અંતર્ગત આશરે 2875 ચોરસ મીટર વિસ્તારમાં લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે, જેમાં વિવિધ પ્રકારના ફૂલછોડ, સુશોભન છોડ, કેક્ટસ અને ઘાસનું વાવેતર કરવાની સાથે આધુનિક સિંચાઈ વ્યવસ્થા પણ ઊભી કરાશે.
ADVERTISEMENT
પ્રોજેક્ટ અંતર્ગત સૌપ્રથમ સ્થળ પરના જૂના ટાઈલ્સ, પથ્થરનાં ફ્લોરિંગ, સેન્ટ્રલ વર્જના કર્બ સ્ટોન અને બિનજરૂરી આરસીસી સ્ટ્રક્ચર દૂર કરવામાં આવશે, સાથે જ ઝાડી-ઝાંખરાં, જંગલી ઘાસ અને ઝાડના થડની સફાઈ કરીને જમીનને સમતળ કરવામાં આવશે. ત્યાર બાદ નવી માટી પાથરીને બાગાયતી કામગીરી માટે સ્થળ તૈયાર કરાશે. આ કામગીરીમાં આશરે 1800 ઘનમીટર લાલ માટી અને 438.60 ઘનમીટર રિવર સોઈલનો ઉપયોગ કરવામાં આવશે.
ગ્રીન કોરિડોરમાં ગોલ્ડન બેરલ, કોલમનર અને બ્લૂ કોલમનર પ્રકારના કેક્ટસ તથા સક્યુલન્ટ્સના છોડ વાવવામાં આવશે. આ ઉપરાંત પિન્ક, વ્હાઈટ, રેડ અને યલો રંગના નેરિયમ તેમજ પિન્ક, ઓરેન્જ અને વ્હાઈટ રંગના બોગનવેલના છોડનું વાવેતર કરાશે. ઓરેન્જ ટેકોમાના 240 છોડ, 10800 ગ્રાઉન્ડ કવર પ્લાન્ટ્સ અને નેપિયર, ફાઉન્ટેન ગ્રાસ, ખસ, લેમન ગ્રાસ તથા બફેલો ગ્રાસ સહિતના 2100 સુશોભન ઘાસના છોડ પણ ઉગાડવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એસજી હાઈવે બનશે વધુ સલામત, પેલિકન ક્રોસિંગ-ફૂટ ઓવર બ્રિજની યોજનાને AMCની મંજૂરી
આ સમગ્ર પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂ. 9086959 છે, તેમાં રૂ. 70.55 લાખ બાગાયતી અને લેન્ડસ્કેપિંગ કામગીરી માટે તથા રૂ. 20.31 લાખ સિવિલ કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે. કામગીરી પૂર્ણ થયા બાદ આગામી પાંચ વર્ષ સુધી સમગ્ર વિસ્તારની જાળવણી કરવામાં આવશે, જેમાં છોડને પાણી આપવું, જરૂિરયાત મુજબ નવા છોડનું વાવેતર, લોન અને ઘાસની સંભાળ તથા નિયમિત સફાઈનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો