ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ''90 ટકા સિંધિએ લાઈનમાં ઊભા રહીને...", કોળી બાદ હવે સિંધિ સમાજના અગ્રણીઓની ભાજપ પાસે માંગ

VIDEO / ''90 ટકા સિંધિએ લાઈનમાં ઊભા રહીને...", કોળી બાદ હવે સિંધિ સમાજના અગ્રણીઓની ભાજપ પાસે માંગ

Published By: Vishal Khamar
Reported By: Parth Jani

Last Updated: 04:21 PM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 પહેલા સિંધિ સમાજના અગ્રણીઓએ ભાજપ પાસે પાંચ ટિકિટ, મંત્રીમંડળ અને સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માગ કરી.

ADVERTISEMENT

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ સમાજો દ્વારા રાજકીય પક્ષો સમક્ષ પ્રતિનિધિત્વની માગ તેજ બની રહી છે. ત્યારે હવે સિંધિ સમાજે પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સમક્ષ પોતાની રાજકીય ભાગીદારી વધારવાની માગ કરી છે.

સિંધિ સમાજના અગ્રણીઓએ ભાજપ સમક્ષ આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાજને પાંચ બેઠકો પર ટિકિટ ફાળવવાની માગ કરી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે વર્ષોથી ભાજપ દ્વારા સિંધિ સમાજને માત્ર એક જ ટિકિટ આપવામાં આવે છે, જે સમાજની સંખ્યા અને રાજકીય પ્રભાવની સરખામણીએ પૂરતું પ્રતિનિધિત્વ નથી.

મંત્રીમંડળ અને સંગઠનમાં પણ સ્થાન આપવાની માગ

સિંધિ સમાજના અગ્રણીઓએ માત્ર ચૂંટણીમાં ટિકિટની જ નહીં, પરંતુ રાજ્ય સરકારના મંત્રીમંડળ અને ભાજપના સંગઠનમાં પણ સમાજને યોગ્ય સ્થાન આપવાની રજૂઆત કરી છે. સમાજનું માનવું છે કે રાજકીય અને સામાજિક ક્ષેત્રે યોગદાન આપતા આગેવાનોને યોગ્ય તક મળવી જોઈએ.

રાજ્યમાં 12થી 15 લાખ મતદારો હોવાનો દાવો

સમાજના આગેવાનોના દાવા મુજબ ગુજરાતમાં સિંધિ સમાજની વસ્તી અંદાજે 12થી 15 લાખ જેટલી છે. તેમનો દાવો છે કે રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી પાંચથી વધુ બેઠકો પર સિંધિ સમાજના મતદારો હાર-જીતનું સમીકરણ બદલી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચોઃ ગ્રીન ફિલ્ડ વધારવા એરપોર્ટ વિસ્તારમાં લાખોના ખર્ચે તૈયાર કરાશે કોરિડોર

ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો માટે પ્રતિનિધિત્વનો મુદ્દો બનશે?

2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં વિવિધ સમાજો દ્વારા રાજકીય પ્રતિનિધિત્વની માગ ઉઠાવવામાં આવી રહી છે. હવે સિંધિ સમાજે પણ પાંચ ટિકિટની માગ સાથે ભાજપ સમક્ષ પોતાની રાજકીય ભાગીદારીનો મુદ્દો મજબૂત રીતે રજૂ કર્યો છે. આગામી સમયમાં ભાજપ દ્વારા સિંધિ સમાજની આ માગને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે અને ચૂંટણીમાં સમાજને કેટલું પ્રતિનિધિત્વ મળે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Election 2027 BJP Gujarat Sindhi Community

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ