ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતને ચાર નવાં એરપોર્ટ મળશે, કેશોદ, પોરબંદર, અંકલેશ્વર અને દાહોદમાં એરપોર્ટ બનશે

નિર્ણય / ગુજરાતને ચાર નવાં એરપોર્ટ મળશે, કેશોદ, પોરબંદર, અંકલેશ્વર અને દાહોદમાં એરપોર્ટ બનશે

Published By: Hiralal Parmar

Last Updated: 01:11 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હવાઈ માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં રાજ્ય સરકાર ચાર નવાં એરપોર્ટ વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે.

ADVERTISEMENT

ગુજરાતમાં હવાઈ માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં રાજ્ય સરકાર ચાર નવાં એરપોર્ટ વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. કેશોદ, પોરબંદર, અંકલેશ્વર અને દાહોદમાં નવાં એરપોર્ટ બનાવવાની યોજના છે, સાથે જ અમદાવાદથી નૈરોબી માટે સીધી ફ્લાઈટ શરૂ કરવાની શક્યતા તપાસવામાં આવી રહી છે, જ્યારે બુડાપેસ્ટથી અમદાવાદ, દિલ્હી અથવા મુંબઈ માટે સીધી હવાઈ સેવા શરૂ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ગિફ્ટ સિટી એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે.

આ યોજનાઓની જાહેરાત ગાંધીનગર ખાતે બુધવારે બે દિવસીય ઈન્ડિયા એરપોર્ટ એક્સ્પો-૨૦૨૬ની પાંચમી આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવી હતી. સિવિલ એવિયેશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિયેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેઈલ)ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનું પ્રથમ વખત ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવ ડો. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે રાજ્ય પ્રાદેશિક એરપોર્ટના વિસ્તરણ અને આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણ વધારવા માટે એકસાથે કામગીરી કરી રહ્યું છે. કાર્ગો સેવાઓ ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે, જ્યારે બે નવાં એરપોર્ટના આયોજન દ્વારા રાજ્યમાં હવાઈ જોડાણને વધુ વિસ્તૃત કરવામાં આવશે. આ પહેલથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે અને રાજ્યના હવાઈ પરિવહનના સમગ્ર માળખાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.

ગિફ્ટ સિટી એવિયેશન હબ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે

ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. ગિફ્ટ સિટી-આઈએફએસસીએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. દીપેશ શાહે જણાવ્યું હતું કે ૨૦૨૧માં લીઝિંગ સંબંધિત નિયમો રજૂ થયા ત્યારથી અત્યાર સુધી ૪૦થી વધુ એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓએ અહીં કામગીરી શરૂ કરી છે. આ કંપનીઓ દ્વારા અત્યાર સુધી ૨૭૦થી વધુ વિમાન એરલાઈન્સને લીઝ પર આપવામાં આવ્યાં છે, તેમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા, અકાસા એર અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિમાન વિયેતનામ જેવાં આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ લીઝ પર આપવામાં આવ્યાં છે. આગામી દાયકામાં ભારતીય એરલાઈન્સને ૧,૫૦૦થી વધુ વિમાનની જરૂર પડવાની અપેક્ષા છે. ગિફ્ટ સિટી આ માગને પહોંચી વળવા માટે વિમાન ફાઈનાન્સિંગ, લીઝિંગ અને વીમા ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ બની રહી છે.

હંગેરી ભારત સાથે સીધી હવાઈ સેવા શરૂ કરવા ઉત્સુક

ભારત સાથે ભાગીદાર દેશ તરીકે હંગેરી પણ બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ કરવા ઈચ્છે છે. હંગેરીના ઈકોનોમિક એન્ડ કોમર્શિયલ કાઉન્સેલર લેવેન્ટે કાર્ડોસે જણાવ્યું હતું કે બુડાપેસ્ટથી અમદાવાદ, દિલ્હી અથવા મુંબઈ માટે સીધી ફ્લાઈટ શરૂ થાય તો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની શકે છે. તેમણે ભારતને હંગેરીના વ્યાવસાયિક ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ ભાગીદાર ગણાવતાં યુરોપમાં પ્રવેશ માટે હંગેરીને એક સક્ષમ માર્ગ તરીકે રજૂ કર્યું હતું.

અમદાવાદ એર કાર્ગો હબ બનવાની દિશામાં આગળ

એર કાર્ગો એજન્ટ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે ગુજરાતનો મોટા ભાગનો હવાઈ કાર્ગો હાલમાં મુંબઈ મારફતે પરિવહન થાય છે. અમદાવાદને સીધા આંતરરાષ્ટ્રીય હવાઈ કાર્ગો જોડાણથી લાભ મળી શકે છે. આ માટે ઉદ્યોગો વચ્ચે સંકલન, સરકારનું સમર્થન અને યોગ્ય આયોજન જરૂરી છે. અમદાવાદને કાર્ગો હબ તરીકે વિકસાવવાની સાથે ધોલેરા પણ ભવિષ્યમાં આ ક્ષેત્ર માટે સંભવિત વિકલ્પ બની શકે છે.

આ પણ વાંચોઃ સાગબારા જંગલ જમીન ખેડાણ વિવાદનો સુઃખદ અંત, બિરસા મુંડાની જન્મજયંતીએ સાગબારાના 500 ખેડૂતોને મળી જમીનની સનદ

કેન્યા એરવેઝ અમદાવાદ-નૈરોબી સીધી ફ્લાઈટની શક્યતા તપાસે છે

કેન્યા એરવેઝ અમદાવાદ અને નૈરોબી વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ કરવાની શક્યતા પર સક્રિયપણે વિચારણા કરી રહી છે. કેન્યા એરવેઝના કિન્યોનો કિટ્ટોનીએ જણાવ્યું હતું કે એરલાઈન અમદાવાદ-નૈરોબી વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવા અંગે વિચાર કરી રહી છે. તેમણે ભારતીય ઉદ્યોગોને આફ્રિકામાં વેપાર અને નિકાસની તકો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. એરલાઈનની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી ૨૭ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ યોજાવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ