ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શહેરમાં ટીબીનો વ્યાપ વધ્યો, એક વર્ષમાં 15,072 કેસ, 666 નવા કેસ

ચિંતાજનક / શહેરમાં ટીબીનો વ્યાપ વધ્યો, એક વર્ષમાં 15,072 કેસ, 666 નવા કેસ

Published By: Hiralal Parmar

Last Updated: 01:12 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં ક્ષયરોગ (ટીબી)ના કેસ ચિંતાજનક સ્તરે યથાવત્ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન ટીબીના 15,072 નવા કેસ નોંધાયા હતા.

ADVERTISEMENT

શહેરમાં ક્ષયરોગ (ટીબી)ના કેસ ચિંતાજનક સ્તરે યથાવત્ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન ટીબીના 15,072 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ રોગના કારણે ૬૬૬ દર્દીનાં મોત થયાં હતાં. શહેરમાં ટીબીનો નોંધાયેલો મૃત્યુદર ૪.૪૧ ટકા રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં આ દર ૫.૭૮ ટકા હતો, એટલે કે મૃત્યુદરમાં ઘટાડો થયો હોવા છતાં મોટી સંખ્યામાં દર્દીનાં મોત થવાં ચિંતાનો વિષય છે.

વર્ષ 2015માં અમદાવાદમાં ટીબીના 9400 કેસ નોંધાયા હતા. ત્યાર બાદનાં વર્ષમાં આ આંકડો વધીને 15થી 16 હજારની આસપાસ પહોંચ્યો છે. વર્ષ 2025ના વોર્ડવાઈઝ આંકડા મુજબ પૂર્વ અને દક્ષિણ અમદાવાદના શ્રમજીવી વસાહતો ધરાવતા વિસ્તારમાં દર્દીની સંખ્યા વધુ જોવા મળી છે. વટવામાં સૌથી વધુ ૮૦૦ કેસ નોંધાયા છે. ત્યાર બાદ બહેરામપુરામાં ૬૧૨, અસારવામાં ૫૫૨, સરસપુરમાં ૫૩૦, ગોમતીપુરમાં ૫૧૦ અને દાણીલીમડામાં ૫૦૦ કેસ નોંધાયા છે. ભાઈપુરા-હાટકેશ્વર અને ગોતા વોર્ડમાં પણ ૪૫૪-૪૫૪ કેસ નોંધાયા છે.

મૃત્યુના આંકડા જોઈએ તો અસારવા વોર્ડમાં સૌથી વધુ ૫૬ દર્દીઓનાં મોત થયાં છે. સરસપુર-રખિયાલમાં ૪૧, વટવામાં ૨૯, ગોમતીપુરમાં ૨૬ અને બહેરામપુરામાં ૨૪ દર્દીઓનાં મોત નોંધાયાં છે. ઈન્ડિયા કોલોનીમાં ૨૩ અને નરોડામાં ૨૨ દર્દીઓનાં મોત થયાં છે. નરોડામાં ૪૩૪ કેસ સામે ૨૨ મોત નોંધાતાં મૃત્યુદર ૫.૦૬ ટકા રહ્યો છે. જોધપુરમાં ૨૫૧ કેસ સામે ૧૨ મોત થયાં છે, એટલે કે મૃત્યુદર ૪.૭૮ ટકા નોંધાયો છે. ઘાટલોડિયામાં ૧૫ અને રાણીપમાં ૧૨ દર્દીનાં મોત થયાં છે.

આરોગ્યક્ષેત્રના નિષ્ણાતના જણાવ્યા અનુસાર ટીબીના ફેલાવા પાછળ ગીચ રહેણાક, હવા-ઉજાસનો અભાવ, પ્રદૂષણ, ધુમાડો અને અપૂરતું પોષણ જેવાં પરિબળ જવાબદાર બની શકે છે. ખાસ કરીને શ્રમજીવી વસાહતો અને ચાલીઓમાં રહેતા લોકોમાં પોષણ તથા આરોગ્યની સુવિધા સુધી પહોંચનો પ્રશ્ન પણ મહત્ત્વનો છે.

કેન્દ્ર સરકારની નિઃક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીને પૌષ્ટિક આહાર માટે દર મહિને રૂ. 1,૦૦૦ની સહાય સીધી બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારી વ્યવસ્થામાં ટીબીની તપાસ અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તેમ છતાં કેસની સંખ્યામાં અપેક્ષિત ઘટાડો જોવા મળતો નથી. દર્દી સમયસર તપાસ કરાવે, સારવારનો સંપૂર્ણ કોર્સ પૂરો કરે અને પોષણ સહાયનો લાભ મેળવે તે જરૂરી છે.

વધુ વાંચો : રાજ્યસભાના પદનામિત સાંસદ અને ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર સતનામ સિંહ સંધુને EDનું સમન્સ

ટીબી ચેપી રોગ હોવાથી એક સક્રિય અને ચેપી દર્દી અન્ય લોકોને પણ ચેપ લગાડી શકે છે. આરોગ્યક્ષેત્રના નિષ્ણાત મુજબ સારવાર ન લેતા દર્દીથી ૧૨થી ૧૫ વ્યક્તિઓ સુધી ચેપ ફેલાવાની શક્યતા રહે છે. આથી વહેલી તપાસ, નિયમિત દવા અને દર્દીની સારવાર પર સતત દેખરેખ રાખવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ