ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : જૂનાગઢમાં માણાવદરના ભાજપના ધારાસભ્યનો વીડિયો વાયરલ, યુવાન પર હુમલો કરીને ગાળો આપી
Last Updated: 12:47 PM, 20 November 2026
ADVERTISEMENT
જૂનાગઢમાં માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ યુવાન ઉપર હુમલો કરીને ગાળો આપી હતી જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોધરીયા શબ્દનો પ્રયોગ કરતા ધારાસભ્યએ મિજાજ ગુમાવ્યો હતો. યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માણાવદર છોડી જતા રહેવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT
માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીને ચઢ્યો સત્તાનો પાવર, યુવકને આપી બેફામ ગાળો (માણાવદરમાં ધારાસભ્યની બેફામ ગાળાગાળીનો વીડિયો વાયરલ! જૂનાગઢના માણાવદરમાં ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય એક પાટીદાર યુવક સાથે ઉગ્ર બોલાચાલી દરમિયાન બેફામ ગાળો આપતા જોવા મળે છે. વીડિયોમાં ધારાસભ્ય યુવકને 'તારા બાપની ગરબી છે?' કહીને અપશબ્દો બોલતા સંભળાય છે. એટલું જ નહીં, યુવકને મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાના પણ આક્ષેપો થયા છે. યુવક સાથેની આ બેફામ ગાળાગાળીનો વીડિયો વાયરલ થતાં જ રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.) #ArvindLadani #Manavadar #Junagadh #ViralVideo #BJPMLA #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 20, 2026
'તારા બાપની ગરબી છે?
ADVERTISEMENT
નવરાત્રિ દરમિયાન આ યુવકે 'ગોધરીયો' નામના શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ બાબતનો ખાર રાખીને ધારાસભ્ય અરવિંદ લાડાણીએ યુવકને આંતરીને તેના પર હુમલો કર્યો હતો. વીડિયોમાં ધારાસભ્ય યુવકને 'તારા બાપની ગરબી છે?' તેમ કહીને માર મારતા અને બેફામ શબ્દો બોલતા સંભળાય છે. આટલું જ નહીં,તારો ધંધો મૂકીને માણાવદરમાંથી નીકળી જજે, તેમજ "તારા હોય એટલા લાવજે, તને કોઈપણની હવા હોય તો કાઢી નાખજે એવી ધમકી પણ આપી હતી.
ADVERTISEMENT
યુવક મારા વિરુદ્ધ અપશબ્દો બોલ્યો-અરવિંદ લાડાણી
ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાનો બચાવ કરતાં એવું કહ્યું કે યુવક મારા વિરુદ્ધ ઘણા અપશબ્દો બોલતો હતો અને મારા વિરોધની વાતો કરતો હતો, જેના કારણે આ ચર્ચા અને ઝઘડો થયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.