ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / શેત્રુંજી નદીના પુલ પાસે ST બસ અને કાર અથડાતાં બસ ખાળિયામાં ઉતરી, બસચાલક સહિત 3નાં ઘટનાસ્થળે મો*ત

અમરેલી / શેત્રુંજી નદીના પુલ પાસે ST બસ અને કાર અથડાતાં બસ ખાળિયામાં ઉતરી, બસચાલક સહિત 3નાં ઘટનાસ્થળે મો*ત

Published By: Bijal Vyas

Last Updated: 12:24 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી-સાવરકુંડલા હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. આ ઘટનામાં બસ ડ્રાઈવર સહિત 3 લોકોના મોત થયા અને 3 ગંભીર રીતે ઘાયલ થયા.

ADVERTISEMENT

અમરેલી જિલ્લામાં સલામત સવારી ગણાતી એસટી બસ જ અકસ્માતનું કારણ બનતાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. અમરેલી–સાવરકુંડલા રૂટ પર દોડતી એસટી બસ અને કાર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એસટી બસના ચાલક સહિત કુલ 3વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

મળેલી માહિતી મુજબ, અમરેલી–સાવરકુંડલા રૂટની એસટી બસે કારને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર થનાર પરિવારના સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે પરિવારની અન્ય એક સભ્યને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

ST Car accident

બીજી તરફ, આ અકસ્માતમાં એસટી બસના ચાલક મેહુલ વાળાનું પણ મોત નીપજ્યું છે. આમ, એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 3 લોકોનાં મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તેમજ એસટી નિગમના ડેપો મેનેજર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવી વેપારી સાથે છેતરપિંડી! આંગડિયા મારફતે પૈસા મંગાવનાર વેપારીને 40 લાખની નકલી નોટો આપી

ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, એસટી બસની ઝડપ કેટલી હતી અને બસચાલકનું વાહન પરથી નિયંત્રણ કેમ ગુમાવ્યું તે સહિતના મુદ્દાઓને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

amreli savarkundla highway Bus accident 3 death

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ