ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ફરજ દરમિયાન ASI ગોદડું ઓઢી ઊંઘી ગયાં, ફરિયાદીને કહ્યું- '24 કલાક રાહ તો જુઓ', DySPએ આપ્યા તપાસના આદેશ

VIDEO / ફરજ દરમિયાન ASI ગોદડું ઓઢી ઊંઘી ગયાં, ફરિયાદીને કહ્યું- '24 કલાક રાહ તો જુઓ', DySPએ આપ્યા તપાસના આદેશ

Published By: Vishal Khamar
Reported By: Sunny Maiyad

Last Updated: 06:01 PM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ રેલવે સ્ટેશન પરથી અજાણ્યા શખ્સ સાથે 12 વર્ષનો બાળક ગુમ થયો. ફરિયાદ કરવા પહોંચેલા મામાએ મહિલા PSO પર બેદરકારીના આક્ષેપ કરી CCTV તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી.

ADVERTISEMENT

રાજકોટ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષનો કિશોર અજાણ્યા શખ્સ સાથે જતો જોવા મળ્યા બાદ ગુમ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કિશોર ઘરેથી દ્વારકા જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ પરિવારજનોનો તેની સાથે સંપર્ક તૂટી ગયો હતો. CCTV ફૂટેજમાં કિશોર પ્લેટફોર્મ નંબર-1 પર એક અજાણી વ્યક્તિ સાથે જોવા મળ્યો હોવાનું પરિવારજનોનું કહેવું છે. બીજી તરફ, બાળકની શોધખોળ માટે પોલીસનો સંપર્ક કરવા પહોંચેલા મામાએ રેલવે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

વહેલી સવારે 4:18 વાગ્યે પ્લેટફોર્મ પર દેખાયો કિશોર

પરિવારજનોના જણાવ્યા અનુસાર, 21 નવેમ્બરના વહેલી સવારે આશરે 4:10 વાગ્યે 12 વર્ષનો કિશોર ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ 4:18 વાગ્યે તે રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર પ્રવેશતો CCTVમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની સાથે એક અજાણ્યો શખ્સ પણ હોવાનું સામે આવ્યું છે.

પરિવારના જણાવ્યા મુજબ, અજાણી વ્યક્તિએ લાલ રંગની ટોપી પહેરી હતી અને ગળામાં કેસરી રંગનું મફલર જેવું કપડું લટકાવ્યું હતું. કિશોરે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન કરીને પોતે દ્વારકા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, ત્યારબાદ તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

પરિવાર 2થી 3 મિનિટમાં સ્ટેશને પહોંચ્યો, ત્યાં સુધીમાં ટ્રેન ઉપડી ગઈ

કિશોરના મામા મુરલી ભાવનાણીએ જણાવ્યું હતું કે, બાળકના ગુમ થયાની જાણ થતાં જ પરિવારજનો માત્ર 2થી 3 મિનિટમાં રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. તેમનું ઘર સ્ટેશનની નજીક જ આવેલું છે. જોકે, તેઓ પહોંચે ત્યાં સુધીમાં ટ્રેન ઉપડી ગઈ હતી. ત્યારથી પરિવારજનો બાળકની શોધખોળ કરી રહ્યા છે.

ફરિયાદ કરવા પહોંચ્યા તો PSO ગોદડું ઓઢીને સૂતાં હોવાનો આક્ષેપ

આ ઘટનાને લઈને મામા મુરલી ભાવનાણી મોડી રાત્રે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તેમનો આક્ષેપ છે કે, રાત્રિના સમયે ફરજ પર રહેલાં મહિલા PSO કામિનીબેન ગોદડું ઓઢીને સૂતાં હતાં. પરિવારજનોએ બાળક ગુમ થયાની ગંભીરતા જણાવી હોવા છતાં તેમણે ઊંઘમાં જ 24 કલાક રાહ જોવાનું કહ્યું હતું. મામાના આક્ષેપ મુજબ, પોલીસ તરફથી એક-બે દિવસ રાહ જોયા બાદ નિયમ મુજબ તપાસ કરવાની વાત કરવામાં આવી હતી. આ જવાબથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ચાઇલ્ડ હેલ્પલાઇન અને RPFનો પણ સંપર્ક કર્યો

પરિવારજનોએ જણાવ્યું હતું કે, બાળક ગુમ થતાં સૌપ્રથમ ચાઇલ્ડ હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી સંતોષકારક જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ RPF કચેરીએ જઈ CCTV ફૂટેજ તપાસવાની માગ કરવામાં આવી હતી. જોકે, ત્યાંથી પણ લેખિત અરજી કરીને આવવાનું કહેવામાં આવ્યું હોવાનો પરિવારનો આરોપ છે. પરિવારજનોએ આખી રાત CCTV ફૂટેજ તપાસ્યાં હતાં અને સવારે 4:42 વાગ્યા સુધીનાં ફૂટેજ મેળવ્યાં હોવાનું જણાવ્યું હતું. તેમાં કિશોર પ્લેટફોર્મ પર જોવા મળ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું.

અગાઉ પણ ગુમ થયો હતો કિશોર

નોંધનીય છે કે, આ જ કિશોર અગાઉ પણ આ રીતે ગુમ થયો હતો. તે સમયે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP ક્રાઇમ અને બાંગરવા ટીમે શોધખોળ કરીને તેને શોધી કાઢ્યો હતો. હવે ફરી એકવાર કિશોર ગુમ થતાં પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે.

પરિવારનો સવાલ: બાળકને કંઈ થશે તો જવાબદાર કોણ?

પરિવારજનોની માગ છે કે તાત્કાલિક મિસિંગ ફરિયાદ નોંધવામાં આવે, રેલવે સ્ટેશન સહિત આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ તપાસવામાં આવે અને બાળક સાથે જોવા મળેલા અજાણ્યા શખ્સની ઓળખ કરવામાં આવે.

આ પણ વાંચોઃ ''90 ટકા સિંધિએ લાઈનમાં ઊભા રહીને...", કોળી બાદ હવે સિંધિ સમાજના અગ્રણીઓની ભાજપ પાસે માંગ

મામા મુરલી ભાવનાણીએ સવાલ ઉઠાવ્યો હતો કે, 12 વર્ષનો બાળક અજાણી વ્યક્તિ સાથે ગયો હોવાની ગંભીર ઘટના હોવા છતાં પોલીસ 24 કલાક રાહ જોવાનું કહે છે. જો આ સમયગાળા દરમિયાન બાળક સાથે કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે? હાલ પરિવારજનો બાળકની સલામત પરત આવવાની આશા સાથે પોલીસ પાસે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot missing boy 12-year-old boy missing Rajkot Railway Station

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ