ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સેલિબ્રિટીઝના વીડિયો વાયરલ થયા બાદ દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટનો નિર્ણય, ફોટોગ્રાફી માટે લેવી પડશે પૂર્વ મંજૂરી, આટલી ફી નિયત કરાઈ

વાયરલ / સેલિબ્રિટીઝના વીડિયો વાયરલ થયા બાદ દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટનો નિર્ણય, ફોટોગ્રાફી માટે લેવી પડશે પૂર્વ મંજૂરી, આટલી ફી નિયત કરાઈ

Published By: Vishal Khamar
Reported By: Hiren Chauhan

Last Updated: 07:03 PM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જતા સેલિબ્રિટીઓ, સંગીત કલાકારો દ્વારા વીડિયો તેમજ ફોટોગ્રાફી કરવામાં આવતી હોય છે. જે બાદ વિવાદ સર્જાતો હોય છે. જેને લઈ વ્યવસ્થાપક સમિતિ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. જે ઠરાવનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ADVERTISEMENT

દ્વારકા: યાત્રાધામ દ્વારકાના જગતમંદિર તરીકે ઓળખાતા દ્વારકાધીશ મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને નવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. મંદિરની વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં આ અંગે ઠરાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ ઠરાવનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભક્તોમાં ચર્ચા જાગી છે.

ફોટોગ્રાફી માટે રૂ. 2,500ની ફી નક્કી કરવામાં આવી હોવાનું

વાયરલ થયેલા ઠરાવ મુજબ, હવે મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. ખાસ કરીને ભોગ-મનોરથ, ધ્વજાજી અને વિવિધ ધાર્મિક ઉત્સવોની ફોટોગ્રાફી માટે રૂ. 2,500ની ફી નક્કી કરવામાં આવી હોવાનું ઠરાવમાં દર્શાવવામાં આવ્યું છે.

મંદિર દ્વારા ફોટોગ્રાફી અને વીડિયો ગ્રાફી માટે માણસ નિયુક્ત કરાયો

આ ઉપરાંત, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની કામગીરી મંદિર સંસ્થા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ફોટોગ્રાફર પાસે જ કરાવવાની રહેશે તેવી જોગવાઈ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પહેલા આર્કિયોલોજી વિભાગની મંજૂરી લેવી પડતી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ દ્વારકાધીશ મંદિર પરિસરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે આર્કિયોલોજી વિભાગની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. આ માટે વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી રૂ. 60 હજારની ફી ભર્યા બાદ જ મંજૂરી આપવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે.

મંદિર પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી

જોકે, વ્યવસ્થાપક સમિતિના આ નવા ઠરાવ અંગે મંદિર પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં ઠરાવનો ફોટો વાયરલ થયા બાદ હવે મંદિર પ્રશાસન આ અંગે શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચોઃ ફરજ દરમિયાન ASI ગોદડું ઓઢી ઊંઘી ગયાં, ફરિયાદીને કહ્યું- '24 કલાક રાહ તો જુઓ', DySPએ આપ્યા તપાસના આદેશ

અગાઉ કોણ કોણ વિવાદમાં આવેલ છે

મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને સર્જાયેલા વિવાદ બાદ મંદિર પ્રશાસન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ કથાકાર મોરારી બાપુ અને લોકગાયક કીર્તિદાન ગઢવીનો મંદિર પરિસરમાંથી સામે આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફોટો અને વીડિયો ઉતારવાના નિયમો અંગે ચર્ચા અને વિવાદ વકર્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસને નવા નિયમો અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નવા નિયમો અનુસાર હવે શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ નિયત ફી ચૂકવીને મંદિર પરિસરમાં અધિકૃત મંજૂરી સાથે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dwarkadhish Temple Dwarka Temple News Dwarkadhish Temple Photography

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ