ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / ગાંધીનગરના સમાચાર / ભાજપમાં સીએમ કોના અને કોંગ્રેસમાં વિપક્ષના નેતા કોના એની ચર્ચા ચાલુ! પાટીદાર આગેવાનોએ અચાનક કેમ માગી માફી?

Inside Story / ભાજપમાં સીએમ કોના અને કોંગ્રેસમાં વિપક્ષના નેતા કોના એની ચર્ચા ચાલુ! પાટીદાર આગેવાનોએ અચાનક કેમ માગી માફી?

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 09:00 AM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એ હેય ને, આવી ગ્યો છું હું નવી વાયતું લઈ ને! ચૂંટણી હજીય દૂર છે, પણ ગોઠવણની સિઝન ચાલુ થઈ ગઈ છે. આ પાટીદાર આગેવાનોની માફી, સ્નેહમિલનમાં ઈશારા ઈશારામાં વિવાદોને ડામવાની વાત અને કોંગ્રેસમાં એયને કાયમનો કંકાસ! હંધુય તમને કહી દઉં પણ જો જો પાછા તમે કોઈને કહેતા નહીં

ADVERTISEMENT

પાટીદાર આગેવાનોના મનમાં શું છે?

પાટીદાર અનામત આંદોલનનું ભૂત 11 વર્ષે ફરી ધૂણ્યું છે.એક કાર્યક્રમમાં આંદોલનને પગલે આનંદીબહેનનો સીએમ તરીકે ભોગ લેવાયાની વાત થઈ, અને વિવાદ થયો. કારણ કે આ આખો ઘટનાક્રમ થયો, ત્યારે આનંદીબહેન પટેલના પુત્રી અનાર પટેલ પણ કાર્યક્રમમાં હાજર હતા. જેને કારણે ચર્ચા એવી પણ છે કે ભવિષ્યમાં અનાર પટેલની ભાજપમાં એન્ટ્રી થઈ શકે છે. તો બીજી તરફ કેટલાક આગેવાનો 11 વર્ષે આ વિવાદને ખોટો ગણાવી રહ્યા છે, પણ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે, એના માટે રાહ જોવી રહી.

ઘરના ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

આ જ કહેવત ભાજપના કેટલાક સિનિયર નેતાઓ ગણગણી રહ્યા છે. કારણ કે તાજેતરમાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં પક્ષના ઘણા સિનિયર નેતાઓ હાજર હતા, પણ સ્ટેજ પર નહોતા. પણ, સીએમ, પ્રદેશ અધ્યક્ષની સાથે રોહન ગુપ્તા સ્ટેજ પર હતા. વર્ષોથી સંગઠન માટે મહેનત કરતા સિનિયર નેતાઓના આ જોઈને ભવા ચડી ગયા હતા. બીજી બાજુ કેટલાક સિનિયર મંત્રીઓ લાઈનમાં ઉભા રહી શુભેચ્છા આપતા દેખાયા, તો કેટલાક સ્ટેજ પર ગયા વગર જ રવાના થઈ ગયા. લાગે છે, ભાજપમાં પણ પરિવર્તનની હવા ફૂંકાઈ રહી છે.

સ્નેહમિલનમાં સંકેત મળ્યા

હિન્દીમાં કહેવાય કે સમજદાર કો ઈશારા કાફી હૈ. કમલમ્ ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં પણ આવું જ દેખાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં ઈશારા ઈશારામાં આંતરિક વિવાદોને ભૂલીને આગળ વધવા કહી દીધું. ભાજપમાં ક્યાંક ક્યાંક આંતરિક વિવાદની ટશરો ફૂટતી દેખાઈ રહી છે, ત્યારે પ્રદેશની નેતાગિરી અગાઉથી જ આવા વિવાદોને પારખીને શમાવવા પ્રયાસ કરી રહી છે. આંતરિક વિવાદ પક્ષને ચૂંટણીમાં નુક્સાન ન પહોંચાડે તે માટે પાણી પહેલા પાળ બાંધવામાં આવી રહી છે.

ભેંસ ભાગોળે અને છાશ છાગોળે

આ તો આ કહેવત એટલા માટે યાદ આવી કે ચૂંટણીને હજી 11 એક મહિનાની વાર છે, પણ અત્યારથી જ ચર્ચા મુખ્યમંત્રી કયા સમાજના હશે તેની શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં મતદાર ધરાવતા કોળી સમાજના સીએમ હોવા જોઈએ તેવી વાત પબુભા માણેકે કહી અને પરષોત્તમ સોલંકીએ તેને ટેકો આપ્યો. આ જોઈને ભાજપના સેન્સર સક્રિય થઈ ગયા છે. જો કોળી સમાજની નારાજગી વધે અને ચૂંટણીમાં નુક્સાન થાય અને કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. પરિણામે કોંગ્રેસ વહેતી ગંગામાં હાથ ધોઈ રહી છે. જો કે, બીજી તરફ કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાનો સમાજમાં જ વિરોધ થઈ રહ્યો છે. જસદણ કે બીજે ક્યાંક કુંવરજી ક્યાંથી લડશે, એ તો સમય કહેશે, પણ કોળી સમાજનું વલણ કેવું રહે છે, એ હજી જેમ જેમ ચૂંટણી નજીક આવશે, એમ એમ સ્પષ્ટ થતું જશે.

આ પણ વાંચોઃ 36 કિમીનો જંગલ, લાખો શ્રદ્ધાળુઓ અને 4 યુગની માન્યતા! શું છે ગિરનારની લીલી પરિક્રમાનો સદીઓ જૂનો ઇતિહાસ?

કોંગ્રેસમાં કંકાસની કઠણાઈ!

ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી તો દાયકાઓથી દૂર છે, અને કદાચ આ જ કારણે પક્ષમાં આંતરિક ચણભણ પણ થયા કરે છે. કારણ કે કોંગ્રેસના ભાગે નાની મોટી નગરપાલિકા કે પછી કોર્પોરેશનમાં વિપક્ષના પદ જ આવે છે. આ ગણ્યા ગાંઠ્યા પદ માટે કોંગ્રેસના નેતાઓ અંદર અંદર બાઝ્યા કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની નિમણૂંક અટકી પડી છે. સાત સાત મહિના થયા છતાંય, કોંગ્રેસના નેતાઓ એ નક્કી નથી કરી શક્યા કે વિપક્ષના નેતા કોણ બનશે. ચર્ચા તો એવી છે કે અમિત ચાવડા નીરવ બક્ષીને નેતા બનાવવા ઈચ્છે છે તો શૈલેષ પરમાર શહેઝાદ પઠાણના ટેકામાં છે, એ જ ખેંચતાણમાં સત્તા પક્ષને શાંતિ છે. વિપક્ષના નેતા વગર વિપક્ષની ધાર પણ બુઠ્ઠી છે. હવે નજર રણદીપ સૂરજેવાલા પર છે, કે કોંગ્રેસના કયા નેતા માટે સુખનો સૂરજ ઉગશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patidar Reservation Movement Gujarat BJP Internal Conflict Anar Patel BJP Entry

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ