ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢના કેશોદમાં કારમાં લાગી ભીષણ આગ, 3ના મોત, સળગતી કારમાંથી ફંગોળાયેલી યુવતીનો આબાદ બચાવ

દુખદ / જૂનાગઢના કેશોદમાં કારમાં લાગી ભીષણ આગ, 3ના મોત, સળગતી કારમાંથી ફંગોળાયેલી યુવતીનો આબાદ બચાવ

Published By: Hiralal Parmar
Reported By: Jay Virani

Last Updated: 08:23 AM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના કેશોદ-બાલાગામ રોડ પર કારમાં ભીષણ આગ લાગી હતી જેમાં 3 લોકોના દર્દનાક મોત થયા હતા.

ADVERTISEMENT

જૂનાગઢના કેશોદ-બાલાગામ રોડ પર કારમાં ભીષણ આગ લાગી હતી જેમાં 3 લોકો જીવતા જ ભૂંજાઈ ગયા હતા. સળગતી કારમાંથી ફંગોળાયેલી યુવતીનો આબાદ બચાવ થયો હતો. બચી ગયેલી યુવતીને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થતાં કારની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને ઇમરજન્સી 112ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આગ આખી કાર સળગીને ખાખ

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ભયાવહ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. સળગી ગયેલી કાર કોની છે અને તેમાં કોણ-કોણ સવાર હતું તે જાણવા માટે કારની ઓળખ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો : ઊભેલી ટ્રકમાં ઘુસી ક્રૂઝર કાર, એક જ પરિવારના 9 લોકોના મોત, ગાડીમાં ફસાઈ લાશો, ખાટૂશ્યામજીથી પાછા આવતા હતા

બહાર ફંગોળાયેલી યુવતીનો આબાદ બચાવ

આગ લાગ્યા બાદ કારમાંથી બહાર ફંગોળાયેલી એક યુવતીનો આબાદ બચાવ થયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

junagadh junagadh news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ