ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, કારનો ભુક્કો બોલી ગયો, 5 લોકોના ઘટના સ્થળે મોત

અકસ્માત / ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, કારનો ભુક્કો બોલી ગયો, 5 લોકોના ઘટના સ્થળે મોત

Published By: Kalpesh Kandoriya

Last Updated: 11:48 PM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર 21 નવેમ્બરે રાતે ગોઝારા અકસ્માતને પગલે અરેરાટી વ્યાપી ગઈ. કાર અને ટ્રક વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં કારનો ભુક્કો બોલી ગયો

ADVERTISEMENT

ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. ઘટનાને પગલે કારમાં સવાર પાંચ લોકોનાં મોત થયાં છે. અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ વળી ગયું છે. ઘટનાને પગલે મહિલા અને બાળકો સહિત એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થયાં છે.

મળતી માહિતી પ્રમાણે એક જ પરિવારના પાંચ લોકો કારમાં જઈ રહ્યા હતા ત્યારે ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર સામેથી આવી રહેલી ટ્રક સાથે ભયંકર ટક્કર થતાં કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં સવાર તમામ લોકોનાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યાં છે.

ઘટના એટલી ભયંકર હતી કે જોઈને હ્રદય કાંપી ઉઠે, આ અકસ્માત જોઈ રાહદારીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે તાત્કાલિક 108 અને પોલીસ અકસ્માત સ્થળે પહોંચી ગયા, પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- લીલી પરિક્રમા દરમિયાન દાતાર પર્વત પર એક યાત્રિકે ગુમાવ્યો જીવ, શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી પ્રસરી

કારસવાર પરિવાર કોણ હતું અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક કોણ હતો તે બાબતે હજુ પોલીસ દ્વારા માહિતી જાહેર કરવામાં આવી નથી. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhuj Accident Accident Bhuj Khavda Accident

Published by

Kalpesh Kandoriya

Kalpesh Kandoriya is a journalist with experience at EENADU Digital, Times Internet, and Oneindia News Portal. He specializes in political and crime reporting, delivering credible, insightful coverage

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ