ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં રાજકીય ઉથલપાથલના એંધાણ, AAPના પ્રવીણ રામ અને ભાજપના પૂર્વ સાંસદ વચ્ચે મુલાકાતથી રાજકીય ગરમાવો
Last Updated: 11:42 PM, 21 November 2026
ADVERTISEMENT
જૂનાગઢ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં આગામી દિવસોમાં કોઈ નવા રાજકીય સમીકરણો રચાય તેવા એંધાણ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને ભાજપના પૂર્વ સાંસદ રમેશ ધડુક વચ્ચે થયેલી મુલાકાતે રાજકીય માહોલ ગરમાવ્યો છે.
ADVERTISEMENT
મુલાકાતના ફોટોગ્રાફ્સ રમેશ ધડુકે સોશિયલ મીડિયા પર શેર કર્યા
મળતી માહિતી મુજબ, પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકે તાલાળાના ઘુસિયા ગીર ગામે પહોંચીને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટોગ્રાફ્સ રમેશ ધડુકે સોશિયલ મીડિયા પર શેર કરતાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ADVERTISEMENT
ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે મુલાકાત થઈ
ADVERTISEMENT
ખાસ કરીને આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે થયેલી આ મુલાકાતને અનેક રાજકીય અટકળો સાથે જોડવામાં આવી રહી છે. બંને નેતાઓની મુલાકાત માત્ર સૌજન્ય મુલાકાત હતી કે તેની પાછળ કોઈ રાજકીય ગણતરી રહેલી છે, તે અંગે હાલ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ મુલાકાત અંગે બંને પક્ષ તરફથી કોઈ સત્તાવાર રાજકીય નિવેદન કે નવા રાજકીય સમીકરણો અંગેની જાહેરાત સામે આવી નથી.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો નવો વિષય
હાલ તો રમેશ ધડુક અને પ્રવીણ રામની આ મુલાકાતે જૂનાગઢ, ગીર-સોમનાથ અને સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો નવો વિષય ઊભો કર્યો છે. આવનારા સમયમાં આ મુલાકાતના કોઈ રાજકીય સંકેતો સામે આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.