ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / "કોલ્ડ પ્લે ગાય 'I am Feeling Drunk and High' ત્યારે કોઈને વાંધો નથી, હું તો અહીંનો જ છું", દિલજીત દોસાંઝે અમદાવાદ ઘેલું કર્યું, જુઓ Videos

અમદાવાદ / "કોલ્ડ પ્લે ગાય 'I am Feeling Drunk and High' ત્યારે કોઈને વાંધો નથી, હું તો અહીંનો જ છું", દિલજીત દોસાંઝે અમદાવાદ ઘેલું કર્યું, જુઓ Videos

Published By: Vishal Khamar

Last Updated: 10:44 PM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ 7:30 વાગ્યે શરૂ થયો હતો. 3 વાગ્યાથી એન્ટ્રી બાદ ફેન્સે 4 કલાક રાહ જોઈ હતી..

ADVERTISEMENT

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરે પંજાબી સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટમાં દેશ-વિદેશમાંથી હજારો ચાહકો ઉમટ્યા હતા. લાંબી રાહ બાદ શરૂ થયેલા કોન્સર્ટમાં દિલજીતે પોતાના હિટ ગીતોથી ચાહકોને ઝૂમવા મજબૂર કર્યા હતા. દરમિયાન દારૂ સંબંધિત ગીતોને લઈને થઈ રહેલા વિરોધનો પણ તેણે સ્ટેજ પરથી અનોખી અંદાજમાં જવાબ આપ્યો હતો.

સાંજે 7:30 વાગ્યે શરૂ થયો કોન્સર્ટ, ફેન્સે 4 કલાક રાહ જોઈ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી ફેન્સને પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે મુખ્ય કોન્સર્ટ સાંજે આશરે 7:30 વાગ્યે શરૂ થયો હતો. જેના કારણે ચાહકોએ લગભગ 4થી સાડા 4 કલાક સુધી પોતાના મનપસંદ કલાકારની રાહ જોવી પડી હતી. દેશના અલગ-અલગ શહેરો ઉપરાંત વિદેશમાંથી પણ ચાહકો દિલજીતને સાંભળવા અમદાવાદ પહોંચ્યા હતા.

'કોલ્ડપ્લે આવે તો વાંધો નહીં, હું ગાઉં તો પ્રોબ્લેમ કેમ?'

કોન્સર્ટ દરમિયાન દારૂ સંબંધિત ગીતો ગાવાને લઈને થઈ રહેલા વિરોધ અંગે દિલજીતે સ્ટેજ પરથી પોતાની વાત રજૂ કરી હતી. તેણે ડબલ સ્ટાન્ડર્ડનો મુદ્દો ઉઠાવી વિરોધ કરનારાઓને જવાબ આપ્યો હતો.

દિલજીતે કહ્યું હતું કે કોલ્ડપ્લે જેવા વિદેશી કલાકારો ભારતમાં આવીને પરફોર્મ કરે ત્યારે કોઈને વાંધો નથી, પરંતુ તે ગીતો ગાય ત્યારે વિરોધ કરવામાં આવે છે. તેણે સવાલ કર્યો કે આ પ્રકારના બેવડા માપદંડ કેમ રાખવામાં આવે છે? તેણે વધુમાં કહ્યું કે, "મને કહે છે કે તું બહારથી આવ્યો છે. મારો જન્મ તો અહીં થયો છે, હોનોલુલુમાં થોડો પેદા થયો છું."

દિલજીતે સ્પષ્ટ કર્યું કે તેના પર લગાવવામાં આવતા પ્રતિબંધોથી તેને કોઈ મુશ્કેલી નથી અને તે પોતાની રીતે સંગીતની મજા માણી રહ્યો છે. વિરોધ કરનારાઓ માટે પણ તેણે પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું, "મારા તરફથી તેમને પણ I Love You."

શાયરીથી જીત્યાં દિલ, 'તું મુજે કબૂલ' પર ઝૂમ્યું સ્ટેડિયમ

દિલજીતે કોન્સર્ટ દરમિયાન એક સુંદર શાયરી સંભળાવીને ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં. ત્યારબાદ 'તું મુજે કબૂલ' ગીતની રજૂઆત થતાં જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગીત દરમિયાન આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોબાઈલની ફ્લેશલાઈટથી ઝગમગી ઊઠ્યું હતું. હજારો લોકોએ એકસાથે મોબાઈલની લાઈટ ચાલુ કરતાં સ્ટેડિયમનો નજારો યાદગાર બની ગયો હતો.

અમેરિકા અને પંજાબથી પણ પહોંચ્યા દિલજીતના ચાહકો

દિલજીતના કોન્સર્ટમાં પંજાબથી ખાસ ચાહકો અમદાવાદ પહોંચ્યા હતા. એટલું જ નહીં, અમેરિકાથી આવેલી યુવતીઓ પણ બ્લેક કુર્તા અને પાઘડી પહેરીને કોન્સર્ટમાં હાજર રહી હતી. ચાહકો મેટ્રો ટ્રેન અને ખાનગી વાહનો મારફતે સ્ટેડિયમ પહોંચતા જોવા મળ્યા હતા. સ્ટેડિયમની આસપાસ પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવીને ચાહકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગીતો ગાઈને ફેન્સે વધાર્યો ઉત્સાહ

સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલાં યુવાનો દિલજીતના કોન્સર્ટની ટિકિટ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. કેટલાક ચાહકો તો સ્ટેડિયમમાં પહોંચતા પહેલાં જ દિલજીતનાં ગીતો ગાઈને અન્ય લોકોનો ઉત્સાહ વધારતા હતા.

બીજી તરફ, ચાહકો આવે તે પહેલાં જ દિલજીત દોસાંજ પોતાના બોડીગાર્ડ સાથે સ્ટેડિયમ પહોંચી ગયો હતો. અહીં તેણે ક્રૂ મેમ્બર્સ સાથે રિહર્સલ કર્યું હતું અને મજાક-મસ્તી કરતો પણ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ લીલી પરિક્રમા દરમિયાન દાતાર પર્વત પર એક યાત્રિકે ગુમાવ્યો જીવ, શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી પ્રસરી

'દિલજીત અમારા પંજાબનો હીરો છે'

પંજાબથી અમદાવાદ કોન્સર્ટ માણવા આવેલા એક ચાહકે દિલજીત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "દિલજીત અમારા પંજાબનો હીરો છે." તેમણે અમદાવાદની મુલાકાત દરમિયાન રિવરફ્રન્ટ, અક્ષરધામ મંદિર અને કાંકરિયા લેક સહિતનાં સ્થળોની મુલાકાત લીધી હોવાનું જણાવ્યું હતું. સાથે જ અમદાવાદની સ્વચ્છતાની પણ પ્રશંસા કરી હતી. આમ, દિલજીત દોસાંજના સંગીત, ચાહકોના ઉત્સાહ અને સ્ટેજ પરથી આપવામાં આવેલા જવાબને કારણે અમદાવાદનો આ કોન્સર્ટ યાદગાર બની રહ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diljit Dosanjh Live Show Diljit Dosanjh Ahmedabad Concert Narendra Modi Stadium Concert

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ