ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લીલી પરિક્રમા દરમિયાન દાતાર પર્વત પર એક યાત્રિકે ગુમાવ્યો જીવ, શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી પ્રસરી
Last Updated: 08:45 PM, 21 November 2026
ADVERTISEMENT
ગીરનારની પવિત્ર પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. ઉપર દાતાર પર્વત પર ચીથરિયા પીરની જગ્યા નજીક પરિક્રમા કરવા આવેલા એક યાત્રિકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ જગ્યા ના મહંત ભીમ બાપુ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતક યાત્રિકના મૃતદેહને પર્વત પરથી નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, પર્વતની ઊંચાઈ અને દુર્ગમ રસ્તાને કારણે મૃતદેહને નીચે લાવવાની કામગીરી મુશ્કેલ બની હતી. આ કરુણ ઘટનાને પગલે ગીરનાર પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ADVERTISEMENT
નવ નાથ, ચોર્યાસી સિદ્ધ અને ચોસઠ જોગણીઓના પવિત્ર બેસણા સમાન જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત માહોલ જોવા મળ્યો છે. 36 કિલોમીટરની આ પવિત્ર પરિક્રમામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માત્ર 36 કલાકના ટૂંકા ગાળામાં પરિક્રમા પૂર્ણ કરી ભવનાથ તરફ પરત ફરી પુણ્યનું ભાથું બાંધ્યું છે.
ગીરનારની પરિક્રમા દરમિયાન દાતાર પર્વત પર ચીથરિયા પીરની જગ્યા પાસે હ્રદયરોગના હુમલાથી એક યાત્રીકનું હ્રદય બેસી ગયું હતું. સમગ્ર ઘટનાને પગલે પરિક્રમામાં આવેલા શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી પ્રસરી. #GirnarParikrama #Junagadh #DatarParvat #ChithariyaPir #Pilgrims #HeartAttack #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 21, 2026
ADVERTISEMENT
પરંપરા મુજબ 21 તારીખની મોડી રાત્રે સાધુ-સંતો અને વનવિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પરિક્રમાના ગેટ ખોલવામાં આવ્યા હતા. જોકે, પરિક્રમામાં ભાગ લેવા માટે આવતા ભાવિકોની સંખ્યામાં એક દિવસ અગાઉથી જ મોટો વધારો જોવા મળતા તંત્ર દ્વારા ભીડને ધ્યાનમાં રાખીને 19 તારીખની સવારથી જ પરિક્રમા શરૂ કરાવી દેવામાં આવી હતી.
શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો
ADVERTISEMENT
આમ, નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂ થયેલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યો તેમજ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ગિરનારની પરિક્રમામાં જોડાયા હતા.
શ્રદ્ધાળુઓએ 36 કિલોમીટરનો કઠિન પદયાત્રાનો માર્ગ પૂર્ણ કર્યો
ADVERTISEMENT
ગિરનારના જંગલ વિસ્તારના કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તિભાવથી આગળ વધતા શ્રદ્ધાળુઓએ 36 કિલોમીટરનો કઠિન પદયાત્રાનો માર્ગ પૂર્ણ કર્યો હતો. માત્ર 36 કલાકમાં બે લાખથી વધુ લોકોએ પરિક્રમા પૂર્ણ કરતાં સમગ્ર ભવનાથ વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
આ પણ વાંચોઃ પાંચમા દિવસે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું, ધોળકાના સરગવળા ગામે પોલીસ પર પથ્થરમારો
ADVERTISEMENT
ગિરનારની પરિક્રમા માત્ર એક ધાર્મિક યાત્રા નથી, પરંતુ આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને આકર્ષતી આ પરિક્રમાએ ફરી એકવાર જૂનાગઢની ધાર્મિક ઓળખ અને ગુજરાતની અખૂટ શ્રદ્ધાની ઝાંખી કરાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.