ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:23 PM, 21 November 2026
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી લગ્નના નામે છેતરપિંડી આચરતી એક લૂંટારુ દુલ્હન અને તેની ટોળકીનો પર્દાફાશ થયો છે. બર્રા વિસ્તારમાં સામે આવેલી આ ઘટનામાં એક યુવતીએ પોતાના અગાઉના બે લગ્ન અને પતિઓની વાત છુપાવીને ત્રીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ લાખો રૂપિયાના દાગીના અને રોકડ લઈને પિયર ચાલી જતાં યુવકને શંકા ગઈ હતી, જેની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
કાનપુરની વિશ્વબેન્ક કોલોનીમાં રહેતા અને વ્યવસાયે ઓટો સર્વેયર તરીકે કામ કરતા વિશાલ વિશ્વકર્માના લગ્ન 18 મે 2025ના રોજ જૂહી લાલ કોલોનીની રહેવાસી પ્રગતિ સાથે ગોવિંદનગર સ્થિત એક બેંક્વેટ હોલમાં ધામધૂમથી થયા હતા. વિશાલના આક્ષેપ મુજબ, લગ્નના એક વર્ષ બાદ 18 જૂન 2026ના રોજ પ્રગતિ ઘરમાંથી આશરે 15 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને 1 લાખ રૂપિયા રોકડા લઈને પોતાના પિયર જતી રહી હતી. ઘરેણાં અને રોકડ લઈને પત્ની અચાનક પિયર જતી રહેતા વિશાલને તેની ગતિવિધિઓ પર શંકા ગઈ હતી. પ્રગતિ પિયરમાં હતી તે દરમિયાન વિશાલે ખાનગી રાહે તેની પૃષ્ઠભૂમિ અંગે તપાસ કરાવી હતી. તપાસમાં જે હકીકત સામે આવી તે જાણીને વિશાલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જાણવા મળ્યું કે પ્રગતિ અગાઉ પણ બે વખત લગ્ન કરી ચૂકી છે અને તેણે આ વાત સંપૂર્ણપણે છુપાવીને વિશાલ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા.

ADVERTISEMENT
સત્ય સામે આવ્યા બાદ ઓગસ્ટ મહિનામાં વિશાલ પોતાના નાના ભાઈ સાથે પ્રગતિના પિતા અશોક કુમારને મળવા પહોંચ્યો હતો. ત્યાં તેણે અગાઉના બે લગ્ન છુપાવવા અંગે જવાબ માંગતા મામલો બિચક્યો હતો. આક્ષેપ છે કે પ્રગતિના પરિવારજનોએ એકઠા થઈને વિશાલ અને તેના ભાઈ સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં, પ્રગતિની માતા સોમવતીએ આ સમગ્ર મામલો દબાવી દેવા અને સમાધાન કરવાના બદલામાં 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જો પૈસા નહીં આપવામાં આવે તો ખોટા કેસમાં ફસાવીને જીવન બરબાદ કરી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ADVERTISEMENT
સતત મળી રહેલી ધમકીઓ બાદ પીડિત પરિવારે પોલીસનો સહારો લીધો હતો. કાનપુર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનર રઘુવીર લાલે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં તથ્યો સામે આવ્યા બાદ બર્રા પોલીસ સ્ટેશનમાં આરોપી દુલ્હન પ્રગતિ, તેના પિતા અશોક કુમાર, માતા સોમવતી ઉપરાંત શરદ સૈની, કોમલ, લલિતા શર્મા, સીમા અને ગોમતી વિશ્વકર્મા વિરુદ્ધ છેતરપિંડી, મારપીટ અને ખંડણી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દુનિયાને ભારતનો શાંતિ મંત્ર,SCO મંચ પરથી PM મોદીનો સંસ્કૃતિ અને એકતાનો મોટો સંદેશ
ADVERTISEMENT
વિશાલ દ્વારા પોલીસ સમક્ષ રજૂ કરાયેલી વિગતો મુજબ, પ્રગતિના પ્રથમ લગ્ન 20 માર્ચ 2017ના રોજ જૂહીના બારાદેવી વિસ્તારમાં રહેતા સોનુ વિશ્વકર્મા સાથે બેનાઝાબર સ્થિત આર્ય સમાજ મંદિરમાં થયા હતા. જોકે, તે સમયે તેણે કેટલી રકમની છેતરપિંડી કરી હતી તેની વિગતો મળી શકી નથી. ત્યારબાદ માત્ર ત્રણ મહિનામાં જ એટલે કે 23 જૂન 2017ના રોજ તેણે ઇટાવાના રહેવાસી સુમિત બાથમ સાથે રાવતપુર ગામ સ્થિત આર્ય સમાજ મંદિરમાં બીજા લગ્ન કર્યા હતા. વિશાલના જણાવ્યા અનુસાર, આ બંને લગ્નોની આર્ય સમાજમાં સત્તાવાર નોંધણી પણ થયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો