ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભુજ-ખાવડા રોડ પર કાળમુખો અકસ્માત! ઓવરટેક કરવા જતાં કાર ટ્રક સાથે અથડાતાં 3 બાળકો સહિત 7 લોકોનાં મો*ત!
Last Updated: 08:20 AM, 22 November 2026
ADVERTISEMENT
ઉત્તરાખંડથી કચ્છ ફરવા આવેલો પરિવાર પ્રવાસ પૂરો કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં કાળ બનીને અકસ્માત ત્રાટક્યો હતો. વેકરીયાના રણ પાસે ઓવરટેક કરવાનો પ્રયાસ પરિવાર માટે જીવલેણ સાબિત થયો હતો. ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર કોઈને બચવાની તક મળી નહોતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
કચ્છના ભુજ-ખાવડા રોડ પર વેકરીયાના રણ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. મળતી વિગતો પ્રમાણે ઉત્તરાખંડનો એક પરિવાર કચ્છ ફરવા માટે આવ્યો હતો. પરિવારના સભ્યો ધોરડોની મુલાકાત લીધા બાદ કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર આગળ જઈ રહેલા ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જોકે, ઓવરટેક કરતી વખતે કાર ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારને ભારે નુકસાન થયું હતું અને તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોનાં મોત થયાં હતાં.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઉત્તરાખંડથી કચ્છ ફરવા આવેલા પરિવાર માટે આ પ્રવાસ અંતિમ પ્રવાસ બની ગયો હતો. એક જ પરિવારના 7 સભ્યોનાં મોતના સમાચારથી શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT
પરિવાર કચ્છના જાણીતા પ્રવાસન સ્થળ ધોરડોની મુલાકાત લેવા આવ્યો હતો. ત્યાંથી પરત ફરતી વખતે ભુજ-ખાવડા રોડ પર આ દુર્ઘટના બની હતી. વેકરીયાના રણ પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરે પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી હતી. અકસ્માત બાદ રસ્તા પર લોકોના ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ આગામી પાંચ દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે સૌથી વધુ
ADVERTISEMENT
અકસ્મતની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.
ભુજ-ખાવડા રોડ પર થયેલા આ ગંભીર અકસ્માતને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કાર ટ્રક સાથે કયા સંજોગોમાં અથડાઈ અને ઓવરટેક કરતી વખતે ખરેખર શું બન્યું હતું તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. એક જ પરિવારના 7 સભ્યોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.