ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:12 PM, 22 November 2026
ADVERTISEMENT
ગુજરાતમાં ભાજપે ચૂંટણીલક્ષી તૈયારીઓના શ્રીગણેશ કરી દીધા છે. આજે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે સંગઠનાત્મક સંવાદ અને જનસંપર્કને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે
આ સ્નેહમિલન કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી PM મોદી ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોના કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કરશે.
ADVERTISEMENT
નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધશે અને તેમને સંબોધન કરશે. રાજ્યભરમાં એકસાથે યોજાનારા આ કાર્યક્રમને ભાજપની આગામી ચૂંટણીલક્ષી રણનીતિ અને સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
સ્નેહમિલન કાર્યક્રમના માધ્યમથી ભાજપ રાજ્યભરમાં સંગઠનાત્મક એકતા મજબૂત કરવા અને આગામી રાજકીય પડકારો માટે કાર્યકર્તાઓને તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.