ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓના પુત્ર રેસમાં, ભાજપ આ નેતાઓને આપી શકે ટીકિટ

2027 ચૂંટણી / ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓના પુત્ર રેસમાં, ભાજપ આ નેતાઓને આપી શકે ટીકિટ

Published By: Hiralal Parmar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 01:15 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપમાં તૈયાર નવી પેઢી તૈયાર થઈ રહી છે. ભાજપ આ વખતે અનેક દિગ્ગજ નેતાઓના પુત્ર ટીકિટ આપી શકે છે.

ADVERTISEMENT

ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે રાજકોટ ભાજપમાં નવી પેઢી તૈયાર થઈ રહી છે. અનેક દિગ્ગજ નેતાઓના પુત્ર આ વખતે વિધાનસભાની ચૂંટણીની રેસમાં છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીનુ નામ ચર્ચામાં છે. પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીનુ પણ ચાલી રહ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના પુત્ર ડૉ.મનીષ બાવળીયાનુ નામ ચર્ચામાં છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનુ નામ પણ ચર્ચામાં છે. અનાર પટેલ પણ છેલ્લા ઘણા સમયથી રાજકીય સક્રિયતાઓને લઈ ચર્ચામાં આવ્યાં છે. ભાજપ આ નવી પેઢીના નેતાઓને વિધાનસભાની ચૂંટણીમાં ટીકિટ આપી શકે છે.

હજુ સુધી રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કર્યાં નથી

2027ની વિધાનસભા ચૂંટણી માટે હજુ સુધી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી; આ નામો હાલમાં સ્થાનિક રાજકીય વર્તુળો અને મીડિયા અહેવાલોમાં ચાલતી ચર્ચાઓ પર આધારિત છે.

વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીના જીવન પર એક નજર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સ્વયંસેવક અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકર્તા તરીકે જોડાયેલા છે. તેમણે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા (USC) માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં MS કર્યું છે. તેમણે IIT દિલ્હીમાંથી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી (EPSMT) નો એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પણ પૂર્ણ કર્યો છે. તેઓ વિજ્ઞાન-ટેકનોલોજી, ભૂ-રાજનીતિ (Geopolitics) અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા વિષયોમાં રસ ધરાવે છે. અગાઉ તેમણે પાલો અલ્ટો ખાતે ફોર્ડ ગ્રીનફિલ્ડ લેબ્સમાં રિસર્ચ ઇન્ટર્ન તરીકે પણ કામ કર્યું છે. સામાજિક અને ટ્રસ્ટ પ્રવૃત્તિઓ: 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટનામાં પિતા વિજય રૂપાણીના નિધન બાદ, તેમણે પિતાના વિચારો અને સેવાના વારસાને આગળ ધપાવવા માટે 'વિજય રૂપાણી ફાઉન્ડેશન' અને મેમોરિયલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે જોડાઈને કાર્ય શરૂ કર્યું છે.

પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી લડી શકે ચૂંટણી

દિવ્યેશ સોલંકી ગુજરાતના નેતા પરસોત્તમ સોલંકીના પુત્ર છે, અને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના ચૂંટણી લડવા અંગે સમાજ અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ જણાવ્યું હતું કે 2027ની ગુજરાત ચૂંટણી માટે કોળી સમાજ એક્શન મોડમાં છે અને દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે. 11 નવેમ્બર 2025ના વિડિયો અહેવાલ મુજબ, પ્રવીણ કોળીએ એવું નિવેદન પણ આપ્યું હતું કે દિવ્યેશ સોલંકી 2027માં મંત્રી બનશે. 5 જુલાઈ 2026ના અહેવાલ મુજબ, દિવ્યેશ સોલંકીએ 2027ની વિધાનસભા ચૂંટણી અંગે કહ્યું હતું કે પરસોત્તમભાઈ જે નિર્ણય લેશે, તે જ તેમનો નિર્ણય રહેશે.

કોણ છે મનીષ બાવળીયા

ડૉ. મનીષ બાવળીયા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પુત્ર છે. મનીષ બાવળીયા સંધિવા અને રુમેટોલોજી (Arthritis & Rheumatology) ના નિષ્ણાત સર્જન છે. તેઓ 'Dr. Manish Bavaliya - Arthritis & Rheumatology Clinic' ચલાવે છે અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આરોગ્ય સેવાઓના વિસ્તરણ માટે પણ જાણીતા છે. તેમણે C.U. Shah Medical College & Hospital તેમજ અમૃતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (Amrita Institute of Medical Sciences) ખાતે રુમેટોલોજી અને ક્લિનિકલ ઇમ્યુનોલોજી વિભાગમાં સિનિયર રેસિડેન્ટ તરીકે તબીબી અનુભવ મેળવ્યો છે.

વધુ વાંચો : રાજ્યસભાના પદનામિત સાંસદ અને ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર સતનામ સિંહ સંધુને EDનું સમન્સ

નવી પેઢીને આગળ લાવવા પરેશ ધાનાણી ચૂંટણી નહીં લડે

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો છે અને નવી પેઢીના નેતૃત્વને આગળ લાવવાની વાત કરી છે. 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાના પ્રવાસ બાદ બેઠકોનો દોર શરૂ કરાયો છે, જ્યારે ભાજપ દ્વારા સંગઠનને સક્રિય કરવા અને દિવાળી સ્નેહમિલન જેવા કાર્યક્રમો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

2027 gujarat election news 2027 gujarat election gujarat election

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ