ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતી સાહિત્ય જગતને મોટી ખોટ, જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લનું નિધન! જાણો તેમનો સાહિત્યિક વારસો!

ગુજરાત / ગુજરાતી સાહિત્ય જગતને મોટી ખોટ, જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લનું નિધન! જાણો તેમનો સાહિત્યિક વારસો!

Published By: Jinal Chauhan

Last Updated: 12:42 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ગઝલ અને કવિતાની દુનિયાના જાણીતા નામ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન થયું છે. અમદાવાદમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

ADVERTISEMENT

ગુજરાતી ભાષાને પોતાની કલમથી સમૃદ્ધ બનાવનાર એક સર્જકની સફર આજે અટકી ગઈ છે. રાજેન્દ્ર શુક્લ માત્ર કવિ જ નહીં, પરંતુ ગઝલ અને આધ્યાત્મિક કવિતાના ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા સાહિત્યકાર હતા. તેમના શબ્દોમાં સંસ્કૃતની ઊંડાઈ અને ગુજરાતી ભાષાની સાદગીનો સુંદર મેળ જોવા મળતો હતો. અનેક કાવ્યસંગ્રહો અને ગઝલો દ્વારા તેમણે ગુજરાતી સાહિત્યમાં પોતાની અલગ જગ્યા બનાવી હતી. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે.

જૂનાગઢના બાંટવા ગામે થયો હતો જન્મ

રાજેન્દ્ર શુક્લનો જન્મ 12 ઓક્ટોબર, 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો. તેમણે એલ.ડી. આર્ટ્સ કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત તથા પ્રાકૃત વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1982 સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેમણે નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને સાહિત્ય સર્જન માટે સમય ફાળવ્યો હતો. તેમના પત્ની નયના જાની પણ ગુજરાતી ભાષાનાં જાણીતા કવિયત્રી છે.

‘કોમલ રિષભ’થી મળી સાહિત્ય જગતમાં ઓળખ

રાજેન્દ્ર શુક્લની રચનાઓમાં સંસ્કૃત ભાષાની સમૃદ્ધિ, ગુજરાતી લોકબોલી અને આધ્યાત્મિક વિચારોનો સુંદર સમન્વય જોવા મળતો હતો. તેમના જાણીતા સર્જનોમાં ‘કોમલ રિષભ’, ‘સ્વવાચકની શોધ’ અને ‘અંતર ગાંધાર’નો સમાવેશ થાય છે. વર્ષ 2005માં પ્રકાશિત થયેલી પાંચ ભાગની ‘ગઝલસંહિતા’માં તેમની 30 વર્ષની ગઝલયાત્રા સમાયેલી છે.

અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી થયા સન્માનિત

સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ અને નર્મદ સુવર્ણચંદ્રક સહિતના સન્માન મળ્યા હતા. વર્ષ 2007માં ‘ગઝલસંહિતા’ માટે તેમને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. વલી ગુજરાતી ગઝલ એવોર્ડ સહિત અનેક પુરસ્કારો પણ તેમના નામે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ VIDEO : રાજકોટમાં ટ્રાફિક પોલીસે વાહન ચાલકનો મોબાઈલ ઝૂંટવી લીધો, બબાલ થઈ વીડિયોમાં કેદ

સાંજે 6 વાગ્યે નીકળશે અંતિમયાત્રા

મળતી માહિતી પ્રમાણે, છેલ્લા બે-ત્રણ દિવસથી હૃદય સંબંધિત તકલીફને કારણે અમદાવાદની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. આજે સાંજે 6 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી થલતેજ સ્મશાનગૃહ સુધી અંતિમયાત્રા નીકળશે. તેમના અવસાનથી ગુજરાતી કવિતા અને ગઝલના ક્ષેત્રે એક મોટું સ્થાન ખાલી થયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati Rajendra Shukla Death Gujarati Poet

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ