ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદરમાં બનેવીએ ભગાડીને સગીર સાળી સાથે દુષ્કર્મ આચર્યું, લગ્નની લાલચ આપીને અંજારની હોટલમાં સંબંધ બાંધ્યો
Last Updated: 12:12 PM, 22 November 2026
ADVERTISEMENT
પોરબંદરના રાણાવાવ અમરદળ ગામમાં એક શખ્સે સામે તેની સગીર સાળીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. સગીરાએ રાણાવાવ પોલીસમાં ફરીયાદ નોંધાવતાં કહ્યું કે તેના બનેવીએ તેને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો અને અંજારની હોટલમાં તેની ઈચ્છા વિરૃદ્ધ સંબંધ બાંધ્યો હતો. પોલીસે બનેવી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
પોરબંદરના બગવદરમાં પણ સગીરા સાથે દુષ્કર્મ
પોરબંદરના બગવદરમાં ખેતમજૂરી કરતા પરિવારની 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હોવાનો આક્ષેપ થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સગીરાની તબિયત અચાનક લથડતાં પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા 3 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતમાં 1 કરોડ વાહનો વીમા વગરના, લોકસભામાં રાજ્યના વાહનોની વિગતો સામે આવી
19 જુલાઈની રાત્રે આચરાયું હતું દુષ્કર્મ
ADVERTISEMENT
તબીબી રિપોર્ટ બાદ પરિવારજનોએ સગીરાની પ્રેમથી પૂછપરછ કરતાં તેણે આખી આપવીતી જણાવી હતી. સગીરાના જણાવ્યા અનુસાર, ગત 19 જુલાઈની રાત્રે તેની સાથે આ કુકર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાએ પોતાની સાથે થયેલી આ દરિંદગી અંગે પરિવાર સમક્ષ વિગતવાર રજૂઆત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.