ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ડુમસ સી-ફેસ પર હવે પ્રવેશ ફી-પાર્કિંગ ચાર્જ લાગશે, નવી પોલિસીને અપાઈ મંજૂરી
Last Updated: 10:49 AM, 22 November 2026
ADVERTISEMENT
સુરતના ડુમસ સી-ફેસના મુલાકાતીઓએ હવેથી પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. સ્થાયી સમિતિ દ્વારા નવી પોલિસીને મંજૂરી આપવામાં આવી છે અને સોમવારે સામાન્ય સભાની અંતિમ મંજૂરી બાદ આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. રૂપિયા 175 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ડુમસ સી-ફેસના મેઈન્ટેનન્સ ખર્ચને પહોંચી વળવા તેમજ બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પ્રવેશ ફીના નવા દરો જાહેર, 3 વર્ષ સુધીના બાળકોને મુક્તિ
નવી પોલિસી હેઠળ મુલાકાતીઓ માટે પ્રવેશ ફીના દરો નક્કી કરાયા છે, જેમાં 3 વર્ષ સુધીના બાળકો માટે પ્રવેશ નિશુલ્ક રહેશે. 3 થી 12 વર્ષ સુધીના બાળકો માટે રૂપિયા 10, 12 વર્ષથી વધુ વયના લોકો માટે રૂપિયા 20 અને 65 વર્ષથી વધુ વયના નાગરિકો માટે રૂપિયા 10 પ્રવેશ ફી નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
વાહનો માટે પાર્કિંગ ચાર્જ, ઈલેક્ટ્રિક વાહનોને રાહત
પાર્કિંગ ફી માળખા મુજબ ઈલેક્ટ્રિક વાહનો માટે પાર્કિંગ નિશુલ્ક રાખવામાં આવ્યું છે. ટુ-વ્હીલર માટે રૂપિયા 10, થ્રી-વ્હીલર માટે રૂપિયા 25, ફોર-વ્હીલર માટે રૂપિયા 30 અને બસ પાર્કિંગ માટે રૂપિયા 90 ચાર્જ ચૂકવવો પડશે. સામાન્ય સભાની મંજૂરી મળતાની સાથે જ આ દર અમલી બનશે.
ADVERTISEMENT
પ્રવેશ ફી નીચે પ્રમાણે છે
3 વર્ષ સુધીના બાળકો માટે ફ્રી
ADVERTISEMENT
3 થી 12 વર્ષ સુધીના બાળકો માટે રૂપિયા 10
12 વર્ષથી વધુના લોકો માટે રૂપિયા 20
ADVERTISEMENT
65 વર્ષથી વધુના લોકો માટે રૂપિયા 10
વધુ વાંચો : ગુજરાતમાં 1 કરોડ વાહનો વીમા વગરના, લોકસભામાં રાજ્યના વાહનોની વિગતો સામે આવી
ADVERTISEMENT
પાર્કિંગ ફી આ મુજબ છે
ઈલેક્ટ્રીક વાહન નિશુલ્ક
ટુ વ્હીલ રૂપિયા 10
થ્રી વ્હીલ રૂપિયા 25
ફોર વ્હીલ રૂપિયા 30
બસ પાર્કિંગ રૂપિયા 90
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો