ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ શહેરની હવા બની પ્રદૂષિત, AQI 200ની નજીક, હેલ્થ માટે ખૂબ જોખમી
Last Updated: 09:54 AM, 22 November 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં સરેરાશ AQI 200ની નજીક છે. શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 197 નોંધાયો છે. 200 ની આસપાસ હોય એટલે હવે સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. અમદાવાદ શહેરની હવા 197 હોવાથી વાતાવરણ શહેરીજનો માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ AQI હોવાથી અસ્થમા, શ્વાસની તકલીફ, હૃદય રોગ ધરાવતા દર્દીઓ, બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
ADVERTISEMENT
માસ્ક પહેરીને નિકળવું પડે એવી પરિસ્થિતિ
સરકાર નોઇસ પોલ્યુશન બાબતે કામગીરી કરે છે પણ હવા પ્રદૂષણ મુદ્દે કામગીરી કરવી જોઈએ અમદાવાદમાં સ્થિતિ એવી છે કે હવે બહાર નીકળવું હોય તો માસ્ક પહેરીને નીકળવું પડે છે.
ADVERTISEMENT
કયા વિસ્તારમાં કેટલો AQI?
નારણપુરા 193
ADVERTISEMENT
વાસણા 191
પ્રહલાદનગર 197
ADVERTISEMENT
મેમનગર 204
ઉસ્માનપુરા 193
ADVERTISEMENT
અમરાઈવાડી 196
મેમનગરમાં સૌથી વધુ 204 AQI
ADVERTISEMENT
મેમનગરમાં સૌથી વધુ 204 AQI નોંધાયો છે. પ્રદૂષણના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદના એરપોર્ટ (Airport Area) વિસ્તારમાં સૌથી વધુ 179 AQI નોંધાયો છે, જે શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર બન્યો છે. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર કઠવાડા (Kathwada) માં 168 અને ગ્યાસપુર (Gyaspur) માં 160 AQI નોંધાયો છે. શહેરના અન્ય મુખ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ સારી નથી, જ્યાં શાહીબાગમાં 157, સરખેજમાં 156 અને રાયખડમાં 153 AQI નોંધાયો છે. પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા બોપલ (Bopal) અને સોલા (Sola) માં 152 તેમજ ચાંદખેડા (Chandkheda) માં 151 AQI નોંધાતા સમગ્ર શહેર પ્રદૂષણની ચાદરમાં લપેટાયેલું જોવા મળી રહ્યું છે.
વધુ વાંચો : ગુજરાતમાં 1 કરોડ વાહનો વીમા વગરના, લોકસભામાં રાજ્યના વાહનોની વિગતો સામે આવી
અમદાવાદમાં AQI કેમ વધ્યો?
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.