ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં 1 કરોડ વાહનો વીમા વગરના, લોકસભામાં રાજ્યના વાહનોની વિગતો સામે આવી

ઓટો / ગુજરાતમાં 1 કરોડ વાહનો વીમા વગરના, લોકસભામાં રાજ્યના વાહનોની વિગતો સામે આવી

Published By: Hiralal Parmar

Last Updated: 09:24 AM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં એવી જાણકારી સામે આવી હતી કે ગુજરાતમાં 1 કરોડ વાહનો વીમા વગરના છે.

ADVERTISEMENT

લોકસભામાં ગુજરાતના વાહનોની વિગતો સામે આવી છે. ગુજરાતમાં 1 કરોડ જેટલા વાહનો વીમા વગરના છે તે ઉપરાંત અનેક વાહનોમાં PUC પણ ના હોવાનું ખુલાસો લોકસભામાં થયો છે. ગુજરાત ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીને લઈને થયા અનેક પ્રશ્નો ઊભા થયા છે. વર્ષ 2026ના રેકોર્ડ પ્રમાણે ગુજરાતમાં કુલ 1.03 કરોડ વાહનો વીમા વગરના છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે આંકડા રજૂ કર્યાં

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં (1.03 કરોડથી વધુ) વાહનો માન્ય વીમા (Insurance) વગર રસ્તાઓ પર દોડી રહ્યા છે. રાજ્યમાં નોંધાયેલા અંદાજે ૩ કરોડ વાહનોમાંથી દર ત્રીજું વાહન વીમા કવચ ધરાવતું નથી.

ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમે

વીમા વગરના વાહનોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે (ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર પછી). દેશભરમાં કુલ 14.31 કરોડ વાહનો વીમા વગરના હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ દુનિયાને ભારતનો શાંતિ મંત્ર,SCO મંચ પરથી PM મોદીનો સંસ્કૃતિ અને એકતાનો મોટો સંદેશ

લોકો વીમો રિન્યૂ જ નથી કરાવતાં

વીમા વગરના કુલ વાહનોમાં બાઈક અને સ્કૂટર જેવા ટુ-વ્હીલર્સની સંખ્યા સૌથી વધુ છે. નવું વાહન ખરીદતી વખતે પ્રથમ વખત વીમો લીધા બાદ મોટાભાગના વાહનચાલકો તેને રિન્યૂ કરાવતા નથી. વીમા ઉપરાંત ગુજરાતમાં લાખો વાહનો માન્ય પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ વગર પણ ચાલી રહ્યા હોવાની વિગતો આ અહેવાલમાં બહાર આવી છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ થર્ડ-પાર્ટી વીમો ફરજિયાત છે. વીમા વગરના વાહનથી અકસ્માત થાય ત્યારે ભોગ બનનાર પરિવારને વળતર મળવામાં ભારે મુશ્કેલી પડે છે અને વાહનમાલિક પર મોટી આર્થિક જવાબદારી આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ