ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર! એકસાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

IND vs NZ / ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર! એકસાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:31 AM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs NZ: ભારતીય ટીમે વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે રનનો પહાડ બનાવ્યો છે. કેએલ રાહુલ (136 રન) અને ઋષભ પંત (128 રન) એ ભારતીય ટીમ માટે સદી ફટકારી છે

ADVERTISEMENT

ભારતીય ટીમે વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે રનનો પહાડ બનાવ્યો છે. કેએલ રાહુલ (136 રન) અને ઋષભ પંત (128 રન) એ ભારતીય ટીમ માટે સદી ફટકારી છે, ભારતીય ટીમએ વિદેશી ધરતી પર પોતાનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર બનાવ્યો છે.

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં રેકોર્ડની જડી વરસાવી છે. બેસિન રિઝર્વ ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે નવ વિકેટે 720 રન પર પોતાનો પહેલો દાવ ઘોષિત કર્યો. આ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ ટેસ્ટ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. તેઓએ 1995માં આ જ વેલિંગ્ટન મેદાન પર પાંચ વિકેટે 660 રન પર પોતાનો દાવ ઘોષિત કર્યો હતો. આ ન્યૂઝીલેન્ડની ધરતી પર કોઈ ટીમનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર પણ છે. આ પહેલા યજમાન ન્યૂઝીલેન્ડે 2019માં હેમિલ્ટનમાં બાંગ્લાદેશ સામે છ વિકેટે 715 રન બનાવ્યા હતા.

આટલું જ નહીં, આ ભારતીય ટીમનો વિદેશમાં સૌથી મોટો ટેસ્ટ સ્કોર છે. આ પહેલા તેઓએ 2010 માં શ્રીલંકા સામે કોલંબો ટેસ્ટમાં 707 રન બનાવ્યા હતા. હવે, ભારતીય ટીમે તે સ્કોરથી આવળ નીકળી ગઇ છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ક્રિકેટ / કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડમાં પોતાની પહેલી ટેસ્ટ સેન્ચુરી ફટકારી, દેવદત્ત પડિકલ સાથે મળીને કિવી બોલર્સને હંફાવ્યા

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત 700 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે, જેણે આ સિદ્ધિ સાત વખત હાંસલ કરી છે. પાંચ વખત સાથે ભારત યાદીમાં બીજા ક્રમે છે. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝે ચાર-ચાર વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TEST MACH IND vs NZ Team India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ