ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જસદણ માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી વેચવા ખેડૂતોની લાંબી કતારો, ખેડૂતો આખી રાત લાઈનમાં ઊભા રહ્યાં
Last Updated: 11:38 AM, 22 November 2026
ADVERTISEMENT
જસદણ માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી વેચવા ખેડૂતોનો ભારે ધસારો જોવા મળ્યો છે. મોડી રાતથી જ મગફળી ભરેલા વાહનો સાથે ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યાં હતા. યાર્ડ બહાર રોડની બંને સાઇડ અંદાજે 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. મગફળી વેચવા માટે ખેડૂતો આખી રાત રોડ પર વારો આવવાની રાહ જોતા રહ્યા હતા. યાર્ડના શેડમાં જગ્યા હોવા છતાં ખેડૂતોને બહાર લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી હતી. ટ્રેક્ટર-ટ્રોલી સહિત મગફળી ભરેલા વાહનોનો યાર્ડ બહાર જમાવડો જોવા મળ્યો હતો. રાત્રિના સમયે હાઈવે રોડ પર અકસ્માત તેમજ મગફળી ચોરી થવાનો ભય રહે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતમાં 1 કરોડ વાહનો વીમા વગરના, લોકસભામાં રાજ્યના વાહનોની વિગતો સામે આવી
મગફળી ઉતારવા માટે નવી સમયમર્યાદા જાહેર
ADVERTISEMENT
જસદણ બજાર સમિતિએ માર્કેટયાર્ડમાં મગફળી ઉતારવા માટે નવી સમયમર્યાદા જાહેર કરી હતી. રાત્રે 10 વાગ્યા સુધી પાછળના ગ્રાઉન્ડમાં મગફળી ઉતારી શકવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. બજાર સમિતિએ તમામ કમિશન એજન્ટોને ખેડૂતો સુધી આ જાણકારી પહોંચાડવા અપીલ કરી હતી. પાછળના ગ્રાઉન્ડમાં મગફળી ઉતારવાની હોવાથી ખેડૂતોએ ઢગલા નીચે પાથરવા માટે પાથરણું અને મગફળી ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવવાની અપીલ કરાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો