ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : અમદાવાદમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં મારામારી, ભીડમાં એકે સિગારેટ સળગાવી, પછી થઈ બબાલ
Last Updated: 02:11 PM, 22 November 2026
ADVERTISEMENT
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિંગર દિલજીત દોસાંઝના લાઈવ કોન્સર્ટ વખતે સ્ટેડિયમની અંદર યુવકો વચ્ચે મારામારી થઈ હતી. ભીડ વચ્ચે પ્રતિબંધિત સિગારેટ તેમજ ઈ-સિગારેટ ફૂંકવાના મામલે યુવાનો વચ્ચે મારામારી થઈ હતી.
ADVERTISEMENT
દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં બબાલ, યુવકોના બે જૂથ વચ્ચે મારામારી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા દિલજીત દોસાંઝના કોન્સર્ટ દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. કોન્સર્ટમાં યુવકોના બે જૂથ વચ્ચે બબાલ થતાં મારામારી થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગઈકાલે યોજાયેલા કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્ટેડિયમમાં હોબાળો સર્જાયો હતો. #DiljitDosanjh #Ahmedabad #Concert #NarendraModiStadium #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 22, 2026
ભીડમાં એક યુવાને સિગારેટ સળગાવી અને બીજો તેના પર તૂટી પડ્યો
ADVERTISEMENT
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટેડિયમની અંદર ભીડમાં ઉભેલા એક યુવકે સિગારેટ સળગાવી હતી અને પોલીસની હાજરીમાં જ યુવકો સિગારેટ પીને ધુમાડા કાઢતા કેમેરામાં કેદ થયા હતા.
વધુ વાંચો : રાજ્યસભાના પદનામિત સાંસદ અને ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર સતનામ સિંહ સંધુને EDનું સમન્સ
ADVERTISEMENT
સ્ટેડિયમમાં યુવકો વચ્ચે મારામારીનો વીડિયો પણ વાયરલ
સ્ટેડિયમની અંદર યુવાનો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો વાયરલ થયો હતો. મારામારીની ઘટના મામલે હાલ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે સ્ટેડિયમમાં પ્રવેશતા સમયે ગેટ પર ચેકિંગ, ત્યારબાદ સીડી પાસે અને સિટિંગ એરિયા પહેલાં એમ અનેક તબક્કામાં સઘન તપાસ કરવામાં આવતી હોવા છતાં પ્રતિબંધિત સિગારેટ અને ઈ-સિગારેટ સ્ટેડિયમની અંદર સુધી કેવી રીતે પહોંચી તે એક મોટો સવાલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.