ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વાપી ખંડણીના આરોપીને PIએ પગમાં ગોળી મારી! DNA ટેસ્ટ બાદ પરત ફરતી વખતે પોલીસ પર હુમલો કરતાં 2 કર્મી ઇજાગ્રસ્ત
Last Updated: 02:19 PM, 22 November 2026
ADVERTISEMENT
વાપીના જાણીતા જ્વેલર્સના સંચાલક પર થયેલા જીવલેણ હુમલા પાછળ ખંડણીનું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી લઈને પોલીસ તેમની પૂછપરછ કરી રહી હતી. તપાસના ભાગરૂપે ત્રણેયને DNA ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ટેસ્ટ પૂરો થયા બાદ પોલીસ ટીમ તેમને લઈને પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં અચાનક આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ પર હુમલો થતાં પરિસ્થિતિ કાબૂમાં લેવા PIએ ફાયરિંગ કરવું પડ્યું હતું.
ADVERTISEMENT
વલસાડ SOGની ટીમ ત્રણેય આરોપીઓને DNA ટેસ્ટ માટે વાપીની સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી. જરૂરી પ્રક્રિયા પૂરી કર્યા બાદ પોલીસ કાફલો આરોપીઓ સાથે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બલિઠા રેલવે અંડરપાસ પાસે આરોપી જુગરાજસિંહે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.આરોપીએ અચાનક SOG PI દિનેશ પરમારને કોણી મારી હતી. ત્યારબાદ પોલીસ વાહનના ડ્રાઇવર પર હાથમાં પહેરેલી હથકડીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં PI અને ડ્રાઇવર બંનેને ઇજા પહોંચી હતી.
ADVERTISEMENT
પોલીસકર્મીઓ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપીને રોકવા માટે PIએ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને આરોપીને ભાગતો અટકાવવા તેના પગના ભાગે ગોળી ચલાવવામાં આવી હતી. ગોળી વાગતાં આરોપી ઘાયલ થઈને નીચે પડી ગયો હતો. ત્યારબાદ પોલીસ ટીમે તેને ફરીથી પકડી લીધો હતો.ઘટના બાદ ઘાયલ આરોપીને તાત્કાલિક વાપીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસકર્મીઓની સારવાર અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
આ સમગ્ર મામલો વાપીના મેન બજારમાં આવેલા ગાંધી માર્કેટના અભિષેક જ્વેલર્સ સાથે જોડાયેલો છે. 17 નવેમ્બરે જ્વેલર્સના સંચાલક પ્રદીપ જૈન પર કેટલાક શખસોએ ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાને પગલે વેપારી આલમમાં ચકચાર મચી ગઈ હતી. તપાસમાં વેપારી પાસે ₹5 કરોડની ખંડણી માગવાનું કાવતરું સામે આવ્યું હતું.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓના પુત્ર રેસમાં, ભાજપ આ નેતાઓને આપી શકે ટીકિટ
ADVERTISEMENT
પોલીસ તપાસ મુજબ, મૂળ પંજાબના માનસાનો રહેવાસી હરજિંદરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોન દુબઈથી આ નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. દુબઈની જેલમાં કેદ દરમિયાન તેનો જુગરાજ ઉર્ફે યુવરાજ સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ વાપીના સોનાના વેપારીને નિશાન બનાવી ખંડણી વસૂલવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ કામ માટે દરેક આરોપીને ₹50 હજાર આપવાનું નક્કી કરાયું હતું. આ કાવતરાના ભાગરૂપે લવપ્રીતસિંહ, જુગરાજ ઉર્ફે યુવરાજ અને અમોલકસિંહ 13 નવેમ્બરે ટ્રેન મારફતે વાપી પહોંચ્યા હતા. અહીં એક ગેસ્ટ હાઉસમાં રોકાઈને વેપારીની રેકી પણ કરી હતી.
હાલ આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. ખંડણીના કાવતરામાં અન્ય કોઈની ભૂમિકા છે કે કેમ અને સમગ્ર નેટવર્કમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.