ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મનીષ ઝાલાવાડિયાના આક્ષેપો વિરૂદ્ધ MLA અરવિંદ લાડાણીનો ખુલાસો

ગુજરાત / મનીષ ઝાલાવાડિયાના આક્ષેપો વિરૂદ્ધ MLA અરવિંદ લાડાણીનો ખુલાસો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:50 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh News: મનીષ ઝાલાવાડિયાના આક્ષેપો સામે MLA અરવિંદ લાડાણીએ હવે ખુલાસો કર્યો છે. તેમણે ડ્રાઈવર અને મનીષ વચ્ચે વિવાદ ચાલતો હોવાની જાણ ન હોવાનું રટણ કર્યુ છે.

ADVERTISEMENT

મનીષ ઝાલાવાડિયાના આક્ષેપો સામે MLA અરવિંદ લાડાણીએ હવે ખુલાસો કર્યો છે. તેમણે ડ્રાઈવર અને મનીષ વચ્ચે વિવાદ ચાલતો હોવાની જાણ ન હોવાનું રટણ કર્યુ છે. મનીષે ડ્રાઈવર અને પોતાને ગાળો આપી હોવાનો લાડાણીનો દાવો છે. તેમણે વધુમાં કહ્યુ કે, અગાઉ મનીષે ભૂલ સ્વીકારીને માફી માગી હતી. 2022ની ચૂંટણીમાં વાહનો ભાડે રાખ્યા હોવાનો લાડાણીએ સ્વીકાર કર્યો છે.

તેમણે વધુમાં 2024ની ચૂંટણીમાં વાહનો ભાડે ન રાખ્યા હોવાની સ્પષ્ટતા કરી છે. અને ગરબીમાં ફાળો ન આપતા હોવાના આરોપોને લાડાણીએ ફગાવ્યા છે. મંડળમાં દર વર્ષે હાજરી અને ફાળો આપતા હોવાનો દાવો કર્યો છે. વિવાદ બાદ MLA લાડાણીએ હવે સામે આવીને ખુલાસો કર્યો છે. ડ્રાઈવર-મનીષ વચ્ચેના વિવાદની જાણ ન હોવાનું રટણ કર્યુ છે. વ્યવસ્થાપક કમિટીને ફાળાની હકીકત તપાસવા લાડાણીએ અપીલ કરી છે.

છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં ચાલી રહેલા પ્રકરણ મામલે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ખુલાસો કર્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મનીષભાઈના DJ અને વાહનો ભાડે રાખ્યા હોવાનો સ્વીકાર કર્યો છે.

2024ની ચૂંટણીમાં મનીષભાઈના વાહનો ભાડે રાખ્યા ન હોવાની સ્પષ્ટતા કરી છે. ગરબી મંડળમાં દર વર્ષે હાજરી આપતા હોવાનો અને પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો આપતા હોવાનો દાવો કર્યો છે. ગરબીમાં ફાળો આપતા નથી તેવા આરોપોને ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ફગાવ્યા છે.

પોતાના ડ્રાઈવર પરેશ અને મનીષ વચ્ચે કોઈ બાબતે વિવાદ ચાલતો હોવાની પોતાને જાણ ન હોવાનું જણાવ્યું છે. ગરબીના કાર્યક્રમ દરમિયાન મનીષએ પોતાના ડ્રાઈવર અને પોતાને બેફામ ગાળો આપી હોવાનો ધારાસભ્યનો આરોપ છે. ગરબી મંડળની વ્યવસ્થાપક કમિટીને ફાળાની હકીકત તપાસવા કરી અપીલ છે. ડ્રાઈવર પાસેથી સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોતાને આ બાબતની જાણ થઈ હોવાનું જણાવ્યું છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ બબાલ / VIDEO : અમદાવાદમાં દિલીજીત દોસાંઝના કોન્સર્ટમાં મારામારી, ભીડમાં એકે સિગારેટ સળગાવી, પછી થઈ બબાલ

સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમગ્ર વિવાદ અંગે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાની તરફથી સ્પષ્ટતા કરી છે. મનીષ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે કેમેરાવાળી બોલપેન લઈને ફરતા હોવાનો અરવિંદ લાડાણીનો આરોપ છે. મનીષ ત્રણથી ચાર વર્ષ પહેલાં જ જૂનાગઢમાં રહેવા જતા રહ્યા હોવાનો ધારાસભ્યનો દાવો છે. અગાઉ મનીષએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હોવાનું પણ અરવિંદ લાડાણીએ જણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh News Politics News MLA Arvind Ladani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ