ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Ashoka Buildconને ગુજરાતમાં 1,465 કરોડનો પ્રોજેક્ટ, સોમવારે Maruti સહિત આ 8 શેર ચર્ચામાં
9 ફોટો ગેલેરી
Last Updated: 04:37 PM, 22 November 2026
1/9
23 નવેમ્બર સોમવરે શેરબજાર ખુલે ત્યારે અમુક કંપનીઓ પર રોકાણકારોની ખાસ નજર રહેશે. જેનું કારણ સાફ છે કે, આ કંપનીઓ તરફથી મોટા અપડેટ્સ આવ્યા છે. જેમાં મારુતિ સુઝુકીથી લઈને અશોકા બિલ્ડકોન, વેરી એનર્જીસ અને બર્જર પેઇન્ટ્સ સુધીની ખબરો બજારમાં ચર્ચાનો વિષય બની શકે છે. ચાલો જાણીએ તેના વિષે.
2/9
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ અમુક મોડલ્સના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. નવી કિંમતો 22 નવેમ્બર 2026થી અમલમાં આવી ગઈ છે. વોલ્યુમ વેઇટેડ એવરેજના આધારે આ વધારો લગભગ 0.31 ટકા જેટલો છે. કંપનીએ કહ્યું છે કે ખર્ચના સતત દબાણને કારણે આ પગલું ભરવું પડ્યું છે. યાદ રહે કે આ વધારો બધી કાર પર નહીં પણ ફક્ત અમુક મોડલ્સ પર જ લાગુ થયો છે.
ADVERTISEMENT
3/9
ટેક્સટાઈલ કંપની વેલ્સ્પન લિવિંગના બોર્ડે 3200 કરોડ સુધીના કેપેક્સને મંજૂરી આપી છે. આ રોકાણ તેની માલિકીની સબસિડિયરી વેલ્સ્પન હોમ સોલ્યુશન્સ દ્વારા કરવામાં આવશે. જેમાંથી ટેરી ટાવલની લગભગ 29000 મેટ્રિક ટન નવી ક્ષમતા ઉમેરાશે. આ સાથે સ્પિનિંગ અને વીવિંગનું કામ પણ વધારવામાં આવશે. આ પ્રોજેક્ટ 31 ડિસેમ્બર 2028 સુધીમાં પૂરો થવાની શક્યતા છે.
4/9
અશોકા બિલ્ડકોનને એક સાથે બે મોટી ખબરો મળી છે. જેમાં NHAI તરફથી 1465 કરોડનો EPC પ્રોજેક્ટ મળ્યો છે. આમાં ગુજરાતમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનો 8 લેનનો એક્સેસ કન્ટ્રોલ્ડ ભાગ બનાવવાનો છે.બીજી તરફ કંપનીના જોઈન્ટ વેન્ચરને જયપુર મેટ્રો ફેઝ-2ના બે પ્રોજેક્ટ માટે L1 જાહેર કરવામાં આવ્યું છે. આ બંને પ્રોજેક્ટની કુલ બિડ વેલ્યુ 2758.31 કરોડ રૂપિયા છે.
ADVERTISEMENT
5/9
6/9
ઈન્ડિયન બેંકના બોર્ડે બોન્ડ્સ દ્વારા 3000 કરોડ રૂપિયા વધુ ઊભા કરવાની મંજૂરી આપી છે. આ Basel III નિયમો અનુસાર AT1 અને Tier 2 બોન્ડ્સ દ્વારા થશે. આ મંજૂરી પછી બેંકની કુલ ફંડરેઝિંગ મંજૂરી 5000 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ રકમ FY27 દરમિયાન એક કે વધુ હપ્તામાં ઊભી કરવામાં આવશે.
ADVERTISEMENT
7/9
8/9
GMRની સબસિડિયરી વિઝાગ એરપોર્ટ પર 1ડિસેમ્બર 2026થી નવા એરોનોટિકલ ચાર્જ લાગુ કરશે. આ AERAના ટેરિફ ઓર્ડર અનુસાર છે. બર્જર પેઇન્ટ્સે પુણેની કંપની રોએલેન્ડ પ્રાઈવેટ લિમિટેડની 100 ટકા હિસ્સેદારી ખરીદવા માટે કરાર કર્યો છે. આ સોદો 18.8 કરોડ રૂપિયા સુધીનો છે. આ તમામ ખબરોને કારણે સોમવારે આ કંપનીઓના શેર પર વધુ હલચલ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ