ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાપી ખંડણી કેસ; પોલીસ પર હુમલો કરી આરોપીનો ભાગવાનો પ્રયાસ, પોલીસે પગમાં ગોળી ધરબી
Last Updated: 04:20 PM, 22 November 2026
ADVERTISEMENT
ઔદ્યોગિક નગરી વાપીમાં જ્વેલર્સ માલિકના ભાઈ પર રૂપિયા પાંચ કરોડની ખંડની માટે હુમલો કરવા ના કેસમાં પોલીસના હાથે ઝડપાયેલા મુખ્ય આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. આરોપીએ પોલીસ પર હુમલો કરી ફરાર થવાનો પ્રયાસ કરતા જ પોલીસે આરોપી પર ફાયરિંગ કરતા આરોપીને પગના ભાગે ઈજા થઈ હતી.આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં હતો..બનાવને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT

વાપીના અભિષેક જ્વેલર્સના માલિકના ભાઈ પર રૂપિયા પાંચ કરોડની ખંડણીના મામલે થયેલા જીવલેણ હુમલામાં પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી પર આજે પોલીસે ફાયરિંગ કર્યું હતું .આરોપી 8 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે.જેમને તપાસ માટે અલગ અલગ વાહનોમાં પોલીસ જાપતામાં હાથકડી પહેરાવી પોલીસ સ્ટેશનમાંથી બહાર લાવ્યા બાદ મેડિકલ ચેકઅપ કરાવી તેને હોસ્પિટલથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન જ પોલીસ વાહનમાં આરોપીએ હાથકડી વડે પોલીસ વાહનના ડ્રાઇવર ને ગળે ટૂંપો આપવાની સાથે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આથી પોલીસે આરોપી પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે વાપીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો .અને બનાવની ગંભીરતા જોતા જ વલસાડ જિલ્લા પોલીસના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલે જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી...
ADVERTISEMENT

સમગ્ર ઘટનાની વાત કરીએ તો..થોડા દિવસ અગાઉ ઔદ્યોગિક નગરી વાપીમાં ધમધમતા મેઇન બજારમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી હતી. વાપીના ગાંધી માર્કેટ વિસ્તારમાં આવેલી અભિષેક જ્વેલર્સના માલિકના ભાઈ પર ધોળે દિવસે અજાણ્યા શખ્સોએ ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો.
ADVERTISEMENT

ગાંધી માર્કેટમાં આવેલી અભિષેક જ્વેલર્સના માલિક પ્રદીપ શાહ ના ભાઈ લલિત શાહ પર કેટલાક શખ્સોએ અચાનક ચાકુ વડે હુમલો કર્યો હતો. આ મામલે વાપી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી .પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ મૂળ પંજાબના લવપ્રીતસિંગ નિર્મલ સિંગ..જુગરાજ ઉર્ફે યુવરાજ સુખદેવસિંગ અને અમોલકસિંગ બક્ષિસ સિંગ નો સમાવેશ થાય છે .વાપી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ ફરિયાદી પાસેથી ખંડણી માટે આ જીવલેણ હુમલો કર્યો હતો .અને આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા પાંચ કરોડની ખંડણીની માંગ કરી હોવાનું બહાર આવ્યું હતું.આ મામલે આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ADVERTISEMENT

પોલીસ રીમાન્ડ દરમિયાન તપાસ માટે પોલીસ આરોપીઓને અલગ અલગ વાહનોમાં પોલીસ સ્ટેશનથી પોલીસ જાપતા સાથે બહાર લાવી હતી અને ત્યારબાદ તપાસ કરી વાપી સિવિલ હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ કરાવી ફરી હાથકડીઓ પહેરાવી પોલીસવાહનમાં જ આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે બલીઠા અંડર પાસ નજીક પહોંચતા જ આરોપી જુગરાજ સિંઘે હાથ કડી પહેરેલા હાથ વડે પોલીસ વાહનના ડ્રાઇવરને ગળે ટૂંપો આપવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પોલીસ વાહનમાં સવાર પોલીસ અધિકારી પર પણ હાથકડી વડે હુમલો કરી વાનમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો .આથી પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હતું .જેમાં ગોળી આરોપીના પગના ભાગે વાગી હતી. આથી તેને તાત્કાલિક સારવાર માટે વાપી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અને પોલીસ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાજપના સ્નેહમિલન સમારોહમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર, PM નરેન્દ્ર મોદી પણ જોડાશે
આ ગેંગનો મુખ્ય માસ્ટરમાઈન્ડ એવો જોગરાજ સિંઘળ અપરાધી હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ હાથકડી વડે પોલીસની ગાડી ચલાવતા ડ્રાઇવર પર હાથકડી વડે હિંસક હુમલો કર્યો હતો જો કે હવે આરોપીને જ પગમાં ગોળી વાગતા સારવાર હેઠળ છે તો એક પોલીસ કર્મી અને SOG પીઆઇ પણ આ ઘટનામાં ઘાયલ થયા છે. દુબઈ સાથે જોડાયેલા ખંડણી અને હુમલા બાદ પોલીસે કરેલ ફાયરિંગની ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનું વિષય બન્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.