ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 10 વર્ષથી પરિવારનો હિસ્સો હતો પોપટ એલેક્સ, ગુમ થતાં કાશીમાં લાગ્યા પોસ્ટર, શોધી આપનારને મળશે 11000નું ઈનામ

નેશનલ / 10 વર્ષથી પરિવારનો હિસ્સો હતો પોપટ એલેક્સ, ગુમ થતાં કાશીમાં લાગ્યા પોસ્ટર, શોધી આપનારને મળશે 11000નું ઈનામ

Published By: Nirav Kumar

Last Updated: 07:30 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીમાં 10 વર્ષથી પરિવાર સાથે રહેતો પોપટ અચાનક ગુમ થતાં એક પરિવારની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેને શોધવા આખા શહેરમાં પોસ્ટરો લગાવાયા છે અને તેને પાછો લાવનાર માટે 11 હજારનું ઇનામ જાહેર કરાયું છે.

ADVERTISEMENT

વારાણસીની ગલીઓમાં એક અનોખી શોધખોળ ચાલી રહી છે. જેમાં પોસ્ટરો લાગી રહ્યા છે, લોકો પૂછપરછ કરી રહ્યા છે અને ઈનામની જાહેરાત પણ થઈ છે. જે તેને શોધીને લાવશે તેને 11 હજાર રૂપિયા કેશ મળશે. પણ આ કોઈ માણસની વાત નથી થઇ રહી, આ તો એક પોપટ છે જેનું નામ છે એલેક્સ.

દારાનગર વિસ્તારમાં રહેતા મૌર્ય પરિવાર પાસે એલેક્સ છેલ્લા દસ વર્ષથી હતો. માત્ર પાળતુ પક્ષી નહીં પણ પરિવારનો એક સભ્ય બની ગયો હતો. ઘરની રોજિંદી જિંદગીમાં તેની હાજરી હંમેશા રહેતી. પણ 16 નવેમ્બરે અચાનક બધું બદલાઈ ગયું. ઘરમાં ટાઈલ્સ નાખવાનું કામ ચાલતું હતું. મશીનોનો તીવ્ર અવાજ સાંભળીને એલેક્સ ગભરાઈ ગયો અને ઉડી ગયો. પરિવારે આસપાસ શોધ્યું, પડોશીઓને પૂછ્યું પણ ક્યાંય પત્તો ન મળ્યો.

ત્યારબાદ પરિવારે એક નવો રસ્તો અપનાવ્યો. કાશીની ગલીઓમાં પોસ્ટરો લગાવવાનું શરૂ કર્યું. પોસ્ટર પર એલેક્સની તસવીર સાથે સાફ અપીલ લખાઈ છે કે જે તેને શોધીને લાવશે તેને 11 હજાર રૂપિયાનું ઈનામ મળશે. અરવિંદ મૌર્ય, તેમના પુત્ર અને પરિવારના અન્ય સભ્યો હાલ વારાણસીની ગલીઓમાં ફરી ફરીને આ પોસ્ટરો લગાવી રહ્યા છે. તેમની આશા છે કે કોઈએ તેને જોયો હોય કોઈની છત પર કે વૃક્ષ પર બેઠેલો હોય.

એલેક્સના જવાથી ઘરમાં એક ખાલીપો પ્રસરી ગયો છે. પરિવાર પાસે એક ડોગી પણ છે જે દિવસભર એલેક્સ સાથે રહેતો. હવે તે પણ ઉદાસ રહે છે. એલેક્સની માલકિન શિખા મૌર્ય કહે છે કે તેની હાજરીથી ઘરમાં રૌનક રહેતી. હવે સન્નાટો છવાઈ ગયો છે અને પરિવારનું મન કોઈ કામમાં નથી લાગતું.

જેની રસપ્રદ વાત એ છે કે 2019માં પણ એલેક્સ એક વાર ઉડી ગયો હતો. ત્યારે તે ખજૂરી વિસ્તારમાં મળ્યો હતો અને પરિવારે તેને પાછો લાવનારને 5100 રૂપિયા ઈનામ આપ્યું હતું. આ વખતે 11 હજારનું ઈનામ રાખવામાં આવ્યું છે. અરવિંદ મૌર્ય કહે છે કે જો આ રકમથી પણ ન મળે તો તેઓ તેને વધારીને 21 હજાર સુધી કરી દેશે અને વધારાની ભેટ પણ આપશે.

વધુ વાંચો : અગ્નિવીરો માટે મોટા સમાચાર,4 વર્ષ બાદ લગ્ન કરવાની મળશે છૂટ? જાણો નવા નિયમો

જેમાં એક જ વિનંતી છે કે,જો કોઈને એલેક્સ દેખાય તો તરત જાણ કરે. દસ વર્ષથી સાથે રહેલો સાથી અચાનક ગાયબ થઈ જાય તો ઘરમાં કેટલો મોટો ખાલીપો પડે છે, તે આ પરિવાર સારી રીતે અનુભવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Missing Parrot Alex Reward for Parrot Varanasi Missing Parrot

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ