ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અગ્નિવીરો માટે મોટા સમાચાર,4 વર્ષ બાદ લગ્ન કરવાની મળશે છૂટ? જાણો નવા નિયમો

નેશનલ / અગ્નિવીરો માટે મોટા સમાચાર,4 વર્ષ બાદ લગ્ન કરવાની મળશે છૂટ? જાણો નવા નિયમો

Published By: Nirav Kumar

Last Updated: 05:53 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગ્નિવીર યોજના હેઠળ સેવા આપતા અગ્નિવીરો માટે લગ્નના નિયમોમાં રાહત મળવાની ચર્ચા તેજ બની છે. ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ બે વર્ષનું એક્સટેન્શન લેનારા યુવાનો કઈ શરતો હેઠળ લગ્ન કરી શકશે? ચાલો જાણીએ તેના વિષે.

ADVERTISEMENT

દેશની સેવા કરતા અગ્નીવીરો માટે એક મોટી ખુશખબરી આવી છે. હવે તેમને 6 વર્ષની સંપૂર્ણ સર્વિસ પૂરી થાય ત્યાં સુધી લગ્નની રાહ જોવી નહીં પડે. જેમાં બે વર્ષના સેકન્ડ ટૂર ઓફ ડ્યુટીમાં જોડાતા અગ્નીવીરો લગ્ન કરી શકશે. જોકે આ માટે અમુક સ્પષ્ટ શરતો નક્કી કરવામાં આવી છે.

પહેલા ચાર વર્ષની સેવા દરમિયાન અગ્નીવીરે અપરિણીત રહેવું ફરજિયાત છે. બીજા કાર્યકાળ માટે અરજી કરતી વખતે પણ તે અપરિણીત હોવો જોઈએ. બીજા કાર્યકાળમાં જોડાયા પછી લગભગ ચાર અઠવાડિયાની ટૂંકી ટ્રેનીંગ પૂરી કરવાની રહેશે. આ ટ્રેનીંગ સફળતાપૂર્વક પૂરી થતાં જ લગ્નની મંજૂરી મળી જશે.

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અગ્નીપથ યોજના હેઠળ ભરતી થયેલા પહેલા બેચના જવાનોનો ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેમાં નૌસેનાના પહેલા બેચે પહેલેથી જ આ ઓપ્શન મેળવી લીધો છે. જેમાં સેના અને વાયુસેનાના પહેલા બેચનો પીરીયડ પણ આવતા મહિને પૂરો થવાનો છે.

અગ્નીપથ યોજના અનુસાર શરૂઆતની નિમણૂક ચાર વર્ષ માટે થાય છે. તેમાંથી 25 ટકા જવાનોને મેરિટના આધારે નિયમિત કેડરમાં જગ્યા મળે છે. બાકીના પાત્ર અગ્નીવીરોને બે વર્ષની વધારાની સેવા પસંદ કરવાનો ઓપ્શન આપવામાં આવે છે. સરકારે 4 નવેમ્બરે આ સેકન્ડ ટૂરને મંજૂરી આપી હતી. તેનો મુખ્ય હેતુ ટ્રેનીંગ પામેલા જવાનોને વધુ સમય સુધી સેવામાં રાખવાનો છે.

જેમાં ભરતી સમયે અગ્નીવીરોની ઉંમર સામાન્ય રીતે 17.5 થી 21 વર્ષ વચ્ચે હોય છે. પાંચમા વર્ષ સુધી પહોંચતાં ઘણા જવાનો 23 કે 24 વર્ષના થઈ જાય છે. ખાસ કરીને ગ્રામ્ય અને નાના શહેરોમાંથી આવતા યુવાનો માટે લગ્ન અને પરિવારનો નિર્ણય મહત્વનો બને છે. એટલે જ બીજા કાર્યકાળમાં લગ્નની છૂટ આપવામાં આવી છે.

વધુ વાંચો : બ્લડ રિલેશનમાં લગ્ન પર મૂકાશે પ્રતિબંધ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

ઉલ્લેખનીય છે કે, આ અંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એનએસ રાજા સુબ્રમણીએ કહ્યું હતું કે, અગ્નીપથ યોજના કોઈ "પથ્થરની લકીર" નથી. જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર થતા રહેશે. જેમાં બે વર્ષનો વધારાનો કાર્યકાળ અને લગ્નની મંજૂરી આ જ પ્રક્રિયાનો ભાગ છે. જેમાં સરકાર ટ્રેનીંગ પામેલા જવાનોના અનુભવનો વધુ ઉપયોગ કરવા સાથે તેમની પર્સનલ જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Agnipath Scheme Service Extension Agniveer Marriage Rules

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ